
Passport : ભારતીય વિદેશ મંત્રી જયશંકરે આગામી થોડા સમયમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરુઆત કરવાની વાત કરી છે.
Passport : પાસપોર્ટને લઈને કેન્દ્ર સરકાર એક મહત્વનું કામ કરી રહી છે, તેની જાણકારી આજે વિદેશ મંત્રી એસ જયશંકરે શેર કરી છે. પાસપોર્ટ સેવાના દિવસે જયશંકરે કહ્યું કે ભારત ટૂંક સમયમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમ (પીએસપી-વર્ઝન 2.0) ના બીજા તબક્કાની શરૂઆત કરશે, જેમાં નવા અને અપગ્રેડેડ ઈ-પાસપોર્ટ શામેલ છે.
લોકોને મળશે નવા અને અપગ્રેડેડ ઈ-પાસપોર્ટ
લોકોને સમયસર પાસપોર્ટ મળી રહે તેવું ગોઠવો
Passport : જયશંકરે અધિકારીઓને એવી તાકીદ કરી કે લોકોને “સમયસર, વિશ્વસનીય, સુલભ, પારદર્શક રીતે પાસપોર્ટ મળી રહે તેવી ગોઠવણી કરો. પાસપોર્ટ સેવા કેન્દ્ર પર તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, “અમે ટૂંક સમયમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમ (પીએસપી) પાર્ટ 2.0 શરૂ કરીશું, જેમાં નવા અને અપગ્રેડેડ ઈ-પાસપોર્ટનો સમાવેશ થાય છે. જયશંકરે કહ્યું કે પીએમ મોદીના નાગરિકો માટેના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે ‘EASE” નો ઉપયોગ કરાયો છે જેમાં E એટલે નાગરિકોને નવા પાસપોર્ટ, ડિઝિટલ ઈકો સિસ્ટમ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાવર્ડ સર્વિસ ડિલિવરી, સ્મૂધર ઓવરસિઝ ટ્રાવેલ સામેલ છે.
2014માં દેશમાં 77 પાસપોર્ટ, આજે 523
Passport : જયશંકરે કહ્યું કે 2014માં દેશમાં 77 પાસપોર્ટ સેવા કેન્દ્રો (પીએસકે) હતાં, ત્યારે આ સંખ્યામાં 7 ગણો વધારો થયો છે અને અત્યારે આ સંખ્યા 523 થઈ છે.
શું છે સરકારનો પ્લાન
કેન્દ્ર સરકારનું વિદેશ મંત્રાલય પીએસપી-વર્ઝન 2.0 લોન્ચ કરવાની તૈયારીમાં છે જેમાં લોકોને સુધારિત અને અપગ્રેડેડ પાસપોર્ટ મળશે.
ક્યારે શરુ થશે પીએસપી-વર્ઝન 2.0
જયશંકરે પીએસપી-વર્ઝન 2.0 લોન્ચની તારીખ તો જણાવી નથી પરંતુ તેમની વાત પરથી લાગે છે તે થોડા સમયમાં શરુ થશે.
લોકોને શું લાભ મળશે
એક વાર પીએસપી-વર્ઝન 2.0 લોન્ચ થાય પછી લોકોને સમયસર, સુધારિત અને અપગ્રેડેડ પાસપોર્ટ મળશે.