KALOL: કલોલમાં કોલેરાનો કહેર: 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

KALOL : કલોલમાં અત્યાર સુધી કોલેરાના 11 જેટલા કે, કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો

KALOL : ગાંધીનગરના કલોલમાં કોલેરાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. વાત જાણે એમ છે કે, ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કલોલમાં અત્યાર સુધી કોલેરાના 11 જેટલા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા.

ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર

KALOL : ગાંધીનગર જિલ્લાના કલોલમાં વરસાદ બાદ હવે કોલેરાએ માથું ઊંચક્યું છે. વિગતો મુજબ અત્યારસુધી કલોલમાં કોલેરાના 11 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. આ તરફ હવે ગાંધીનગર કલેક્ટરે નોટિફિકેશન જાહેર કરી કોલેરાગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી આપી છે. જેમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. કયા કયા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા મહત્વનું છે કે, કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ અગાઉ પણ કલોલના રેલવે ફાટક વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *