Biporjoy Cyclone : બિપરજોય લેન્ડફોલના રૌદ્ર સ્વરૂપ વચ્ચે મુન્દ્રા સીએચસીમાં રાત્રે થયો લક્ષ્મીસ્વરૂપા બાળકીનો જન્મ

Biporjoy Cyclone : બિપરજોય લેન્ડફોલના રૌદ્ર સ્વરૂપ વચ્ચે મુન્દ્રા સીએચસીમાં રાત્રે થયો લક્ષ્મીસ્વરૂપા બાળકીનો જન્મ

Biporjoy Cyclone : બિપરજોય વાવાઝોડું મધરાતે જ્યારે લેન્ડફોલ દરમિયાન કચ્છ ઉપર ત્રાટક્યું હતું. ત્યારે આ વિકટ અને ગંભીર પરિસ્થિતિમાં પણ વહીવટી તંત્રના જાંબાઝ અધિકારીઓની સમગ્ર ટીમ તથા મેડિકલ ટીમ કાર્યરત રહીને કામગીરી કરી રહી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. મધરાતે જ્યારે વાવાઝોડું જોર પર હતું ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટર પણ શોર્ટ સર્કિટ થઈ જવા છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનુ ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી. અત્યારે માતા અને બાળકો બંને સુરક્ષિત છે.

Biporjoy Cyclone : મળતી વિગત મુજબ મુન્દ્રા તાલુકાના લુણી ગામની ૨૭ વર્ષીય ગીતાબેન શામજી ડુંગરિયાને રાત્રે ૯.૩૦ વાગે પ્રસૂતિ પીડા ઉપડતા તેમને તાત્કાલિક અસરથી મુન્દ્રા સીએસસી મમાં રહેલી ડોક્ટરોની ટીમે ઓપરેટ કર્યા હતા. પરંતુ આ સમય દરમિયાન વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા થતી હોવાથી ભારે પવન તેમજ ભારે વરસાદના કારણે ડિલિવરી દરમિયાન ચાલુ જનરેટર પણ શોર્ટ સર્કિટ થઈ જતા અત્યંત કપરી પરિસ્થિતિમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક બાળકીનો જન્મ થયો હતો.

Biporjoy Cyclone : આ અંગે મુન્દ્રા સીએસસીના ડોક્ટર મંથન ફફલે જણાવ્યું હતું કે પેશન્ટની સ્થિતિ જોખમી હોવાથી સામાન્ય ડીલીવરી થઈ શકે એમ ન હતી. મહિલાની પ્રથમ પ્રસૂતિ હતી તેમજ લોહી ઓછું હોવાથી તેમને લોહીની એક બોટલ પણ ચડાવવાની ફરજ પડી હતી. વાવાઝોડાની સ્થિતિને કારણે ખાસ ડ્યુટી પર મુકાયેલા ગાયનેકોલોજિસ્ટ, સીએસસીમાં નર્સ તેમજ અન્ય મેડિકલ સ્ટાફની મદદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વાવાઝોડાને કારણે ભયંકર રીતે ફૂંકાતા પવન તેમજ ભારે વરસાદ વચ્ચે ચાલુ જનરેટર પણ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જતા મહિલાના ટાંકા બેટરીના સહારે લઈ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ આ સફળ ઓપરેશનમાં ડો. ભાર્ગવ ગઢવી, ડો. કૈલાશગીરી ગોસ્વામી, ડો. કૃપાલ અગ્રાવત તથા સીએચસીની ટીમે ફરજ બજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *