Cyclone Biparjoy : ગુજરાતના તટ પર બિપોરજોયનું લેન્ડફૉલ શરૂ

Cyclone Biparjoy : બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બનતા દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે, સમગ્ર દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે.

Cyclone Biparjoy : ગુજરાતના તટ પર બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થઈ ગયો છે જેના પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે તેમજ ભયંકર પવન સાથે વરસાદ શરૂ થયો છે. વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થયો છે. ગુજરાતના દેવભૂમી દ્વારકામાં બિપોરજો વાવાઝોડાની ભયાનક અસર જોવા મળી રહી છે. બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બનતા દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. સમગ્ર દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે. તંત્ર પણ એલર્ટ મોડમાં છે .દ્વારકાના મોટાભાગના વિસ્તારોમાં વીજળીગુલ થઈ ગઈ છે.

Cyclone Biparjoy : દ્વારકાધીશ મંદિરમાં વિષ્ણુ યજ્ઞ શરુ કરાયો
વાવાઝોડાના પગલે દ્વારકામાં વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે. દિવાલો તૂટી, રસ્તાઓ પરના હોર્ડિંગ, મકાનોના છાપરાઓ ઉડ્યા છે. ઓખા જેટીએ દરિયો ગાંડોતૂર બનતા લાંગરેલી બોટ ઊંધી વળી ગઈ હતી. દરિયાએ રૌદ્ર સ્વરૂપ દેખાડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દ્વારકાના ગોમતીઘાટ પાસે પાણીનું સ્તર વધતા ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આવી આફત સામે સમગ્ર ગુજરાત લડી રહ્યું છે ત્યારે વાવાઝોડા સામે રક્ષણ માટે દ્વારકાધીશ મંદિરમાં વિષ્ણુ યજ્ઞ શરુ કરાયો છે.

Cyclone Biparjoy : ભાટીયા ગામમાં મકાનના પતરા ઉડ્યા
દ્વારકાના ભાટીયા ગામમાં તેજ પવન ફૂંકાયો છે તેમજ વરસાદી ઝાપટા વરસ્યા છે. વાવાઝોડાની અસરથી મકાનના પતરા ઉડ્યાની ઘટના સામે આવી છે.

Cyclone Biparjoy : ઓખામાં સમુદ્ર ગાંડોતૂર બન્યો
દ્વારકાના ઓખામાં સમુદ્ર ગાંડોતૂર થયો છે. દાલડા બંદરમાં સમુદ્રી પાણી ઘુસ્યા છે. રહેણાંક વિસ્તારોમાં સમુદ્રના પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Cyclone Biparjoy : પુરજોશ પવન સાથે જોખમી મોજા ઉછળી રહ્યાં છે.

દ્વારકા વાવાઝોડાની અસરો શરૂ થઈ છે ત્યારે પુરજોશ પવન સાથે જોખમી મોજા ઉછળી રહ્યાં છે. પવનની ઝડપને કારણે વીજપોલ અને વૃક્ષો નમી પડ્યા છે તેમજ પવન વચ્ચે જોલા ખાતા વૃક્ષોના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

બિપરજોય વાવાઝોડાના કારણે કહેર શરૂ થઈ ગયો છે. દ્વારકામાં ભારે પવનના કારણે અલખ હોટલનો શેડ ઉડ્યા છે. ભારે પવના કારણે હોટલના શેડને ઉડતા ભારે નુકસાન થયું છે.

વીજળી ગુલ
દ્વારકામાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. દ્વારકાના તીર્થધામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સવારથી ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. દ્વારકા જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *