weather / 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન, આ તારીખોમાં ભારે વરસાદ

weather

weather : અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે, 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે તેમજ 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

weather : રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આવતી કાલે ચોમાસું આગળ વધી શકે તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.

weather : ‘8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે’
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.

weather : 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *