
Bageshwar Dham
Bageshwar Dham : અમદાવાદ એરપોર્ટ પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થયું હતું. જેના આગમનને વધાવવ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાંબા સમયના વિવાદ બાદ આજે બાગેશ્વર ધામના શાસ્ત્રી ગુજરાત આવી પહોંચ્યાં હતા અને તેઓ કોંગ્રેસ નેતા અરવિંદ ચૌહાણના ઘરે મહેમાન બન્યા હતા. મહત્વનું છે કે આજે વટવા ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી દેવકીનંદન ઠાકુરજીની કથામાં પ્રવચન આપવા કથા સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પ્રવચન શરુ થયું છે,
Bageshwar Dham : આ અવસરે અમદાવાદની ધરતી પર પગ મૂકતાં જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતન ધર્મને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતુ કે અમદાવાદ સરસ શહેર છે, શહેરની ધરતી પર દરેક સનાતની છે, કાયરો જ સનાતન માટે નહીં જાગે, સનાતન માટે જાગવાનો સમય આવી ગયો છે.
Bageshwar Dham : પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચનને લઈને પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ વટવા પહોચ્યા હતા. જ્યા પ્રદિપસિંહ જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી વટવાના લોકોને શિવપુરાણ કથાનો લાભ મળી રહ્યો છે. ત્યારે હું પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા ખાસ આવ્યો છું. સાથે તેઓએ કોંગ્રેસના વિરોધને લઈ ટોણો મારતક કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય ભારત, ભવ્ય ભારતની વાત કરે છે તો વિરોધ કેમ? સાથે વિરોધ કરનારા લોકો કોણ છે? તેમ પણ પ્રદિપસિંહ જાડેજા એ સવાલ ઉઠાવ્યો હતો.