
ફિલ્મ ધ કેરલા સ્ટોરી (The Kerala Story) પર પશ્રિમ બંગાળ અને તામિલનાડુમાં લાગેલા પ્રતિબંધ સામે ફિલ્મ નિર્માતાની અરજી પર સુપ્રિમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરશે. નિર્ણયને પડકારતા ફિલ્મ નિર્માતાઓએ બંધારણીય કલમ 32 નો હવાલો આપીને સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી છે. જેમા કહેવાયું છે કે, રાજ્ય સરકાર આવી ફિલ્મ પર પ્રતિબંધ લગાવી શકે નહિ કે જેને ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હોય. આ પીટીશનમાં પશ્રિમ બંગાળ સિનેમાં અધિનિયમ -1954 ની કલમ 6-એકની માન્યતાને પડકારી છે, જે રાજ્ય સરકારને મનમાની અમાન્ય અધિકાર પ્રદાન કરે છે.