
અમદાવાદ સિવિલમાં ગઈકાલે બ્રેઇનડેડ (organs donated ) થયેલ 69 વર્ષના વયસ્ક દર્દીના 3 પુત્રોએ એક જૂથ થઈ અંગદાનનો નિર્ણય કર્યો.
આ નિર્ણય થકી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન પણ મળ્યું. વટવામાં રહેતા ગંગારામ કુશવાહનો માર્ગ અકસ્માત થતાં ચાર દિવસની સતત સઘન સારવાર બાદ બ્રેઇનડેડ (organs donated )જાહેર કરાયા હતા.સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમના કાઉન્સિલર્સ દ્વારા ગંગારામ ભાઈના ત્રણેય પુત્રોને અંગદાનની અગત્યતા અને પવિત્રતા અંગેની સમજ અપાતા ત્રણેય પુત્રોએ ઘડીનો પણ વિલંબ કર્યા વિના ગણતરીની મીનિટમાં પિતાના તમામ અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં થયેલ 105 અંગદાનમાં મળેલા 341 અંગોએ 316 જેટલા જરુરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.