The Kerala Story : ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાક્યું નિશાન

સિનેમાઘરોમાં આજે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ The Kerala Story રિલીઝ થઈ હતી. જેનો અમુક લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ ફિલ્મને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેરળની વાર્તા માત્ર એક રાજયમાં આતંકવાદી કાવતરા પર આધારિત છે. દેશના સુંદર રાજય કેરળમાં ચાલી રહેલા આતંકવાદી ષડયંત્રનો ખુલાસો આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. જેનો કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, કોંગ્રેસે આવા આતંકવાદી વલણ ધરાવતા લોકો સાથે પાછલા બારણે રાજકીય સોદાબાજી પણ કરી રહી છે.


The Kerala Story : પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બોમ્બ, બંદૂક અને પિસ્તોલનો અવાજ સંભળાય છે, પરંતુ અંદરથી સમાજને પોકળ કરવાના આતંકવાદી ષડયંત્રનો અવાજ નથી આવતો. કોર્ટે પણ આ પ્રકારના આતંક અંગે ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે આ ફિલ્મ આતંકવાદી ષડયંત્ર પર બનાવવામાં આવી છે. આના દ્વારા આતંકવાદનો ભયાનક અને અસલી ચહેરો સામે આવ્યો છે. હવે કોંગ્રેસ આતંકવાદ વિરુદ્ધ બનેલી આ ફિલ્મનો વિરોધ કરી રહી છે. તેઓ આતંકવાદી વૃત્તિઓ સાથે ઉભા છે. કોંગ્રેસે હંમેશા વોટ બેંક માટે આતંકવાદનો બચાવ કર્યો છે.

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાક્યું નિશાન

આ માટે કર્ણાટકની જનતાએ કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂર છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે કર્ણાટકને દેશનું નંબર1 રાજ્ય બનાવવા માટે કાયદો અને વ્યવસ્થા સૌથી મહત્વની જરૂરિયાત છે. કર્ણાટક માટે આતંકવાદ મુક્ત રહે તે પણ એટલું જ જરૂરી છે. ભાજપ હંમેશા આતંકવાદ સામે કડક રહ્યું છે. પરંતુ જ્યારે પણ આતંકવાદ સામે કાર્યવાહી થાય છે ત્યારે કોંગ્રેસને પેટમાં દુ:ખાવો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *