NEWS: રાજયના 29 તાલુકાઓમાં વરસ્યો કમોસમી વરસાદ

NEWS : કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજયના 29 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ શિહોર, કેશોદ અને ડેડિયાપાડા તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો બીજી તરફ મહુવા, રાજુલા, અમરેલી, અંજાર અને જસદણ તાલુકામાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ માર્ચ મહિનામાં માવઠું થવું એ બહુ જ અસામાન્ય છે. છેલ્લા 10 વર્ષમાં ક્યારેય પણ આવું જોવા મળ્યું નથી. બીજી તરફ ઉત્તર ભારતનાં અનેક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક સર્જાઈ છે. હજુ પણ ઉત્તર ભારતમાં વધુ કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *