મતદાન તેમજ મતગણતરીના દિવસે પરવાનાવાળી દારૂના વેચાણની દુકાનો બંધ રાખવા જાહેરનામું જારી કરાયું

રાજય ચુંટણી આયોગ તરફથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચુંટણી ૨૦૨૧ની તારીખો જાહેર થયેલ છે. તા.૨૮/૦૨/૨૦૨૧ ના રોજ મતદાન થનાર છે. ચુંટણી પંચની સ્થાયી સુચનાઓ અનુસાર ચુંટણી દરમ્યાન મતદાન મુકત અને ન્યાયિક વાતાવરણમાં થાય તે હેતુથી દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો રહે છે. તેમજ મતગણતરીના દિવસને ’’ડ્રાય ડે’’ જાહેર કરવો જરૂરી જણાય છે. જેથી મુંબઇ નશાબંધી અધિનિયમ-૧૯૪૯ની કલમ-૧૪૨ તળે મળેલ સતાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે તા.૨૬/૦૨/૨૦૨૧ના સાંજના ૬ વાગ્યાથી તા.૨૮/૦૨/૨૦૨૧ના સાંજના ૬ વાગ્યા સુધી (જો પુનઃ મતદાન થાય તો પુનઃમતદાનના દિવસે પણ) તથા મતગણતરીનો દિવસે એટલે કે તા.૨/૩/૨૦૨૧ના કચ્છ જિલ્લામાં દારૂના વેચાણ માટેની તમામ દુકાનો બંધ રાખવા કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા એક હુકમમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *