ચાર લોકો જઈ રહ્યાં છે ઈતિહાસ રચવા, NASAએ કર્યું એલાન

નાસાના ચાર વૈજ્ઞાનિક ચંદ્રની પરિક્રમા કરવા જઈ રહ્યાં છે, તેઓ પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રની ફરતે આંટો મારીને પાછા આવશે.

અવકાશમાં પહેલી વાર એક મોટો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. હકીકતમા નાસાના ચાર બાહોશ એન્જિનિયર પહેલી વાર ચંદ્રની ફરતે ચક્કર લગાવીને પૃથ્વી પર પાછા આવશે આ માટે નાસાએ એક મોટો પ્લાન તૈયાર કર્યો છે. 

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની આસપાસ ચક્કર લગાવીને પૃથ્વી પર ફરત આવનાર ચાર અંતરિક્ષ યાત્રીઓના નામ જાહેર કર્યા છે. નાસા 50 વર્ષના સંશોધન અને પ્રયત્નો બાદ આ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. 50 વર્ષથી વધુ સમયમાં પહેલીવાર આ લોકો ચંદ્રની કક્ષામાં પહોંચશે. આ ચારેય અવકાશયાત્રીઓ આર્ટેમિસ-3 મિશન સાથે ચંદ્રની સપાટી પર પ્રથમ માનવ ઉતરાણ માટે પણ આગળનો માર્ગ મોકળો કરશે. જેમાં 3 અમેરિકન અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. નાસાએ અહેવાલ આપ્યો છે કે મિશન સ્પેશિયાલિસ્ટ એવા અમેરિકાના ક્રિસ્ટીના એચ.કોચનું નામ તેના આર્ટેમિસ-2 મિશનના ચાર અવકાશયાત્રીઓમાં સામેલ છે. આ સિવાય કેનેડાના જેરેમી હેનસન પણ છે. હેનસન મિશન સ્પેશિયાલિસ્ટ પણ છે. ત્રીજા અવકાશયાત્રીને અમેરિકાના નાગરિક વિક્ટર ગ્લોવરમાં સામેલ કરવામાં આવ્યો છે, જે એક પાયલટ છે, જ્યારે ચોથા અવકાશયાત્રી તરીકે અમેરિકાના લી વાઈઝમેનની પસંદગી કરવામાં આવી છે. 

ચંદ્રની પરિક્રમા કરીને પૃથ્વી પર પાછા આવશે 
અમેરિકાના હ્યુસ્ટનના જોન્સન સ્પેસ સેન્ટરમાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી. આ મિશન દરમિયાન તમામ યાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરશે પરંતુ તેઓ ચંદ્ર પર ઉતરશે નહીં. આ મિશનની સફળતા બાદ નાસા 2025માં આર્ટેમિસ મિશન મોકલશે, જેમાં અવકાશયાત્રીઓ ચંદ્ર પર પગ મુકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *