શ્રી ઉમિયા માતાજી મંદિર નાં અમૃત મહોત્સવના પ્રથમ દિવસે હજારોની ભાવિકો ઉપસ્થિત રહ્યા

વાંઢાય કચ્છ ખાતે ઉમિયા માતાજી મંદિર નાં અમૃત મહોત્સવના પ્રથમ દિવસે હજારોની સંખ્યા મા જન મેદની ઉમટી શ્રી ઉમિયા માતાજી મંદિર વાંઢાય – કચ્છ ખાતે આગામી તા 27/03/23થી30/03/23 એમ ચાર દિવસીય ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અહેવાલ સી.ડી.કરમશીયાણી

અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન

કડવા પાટીદાર જ્ઞાતિનાં કુળદેવી નું સ્થાનક શ્રી ઉમિયા માતાજી મંદિર વાંઢાય ને 75 વર્ષ પૂર્ણ થતાં આ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે .

શોભા યાત્રા એ આકર્ષણ સર્જ્યું

એ અંતર્ગત આજે 27/03/23 સોમવારે મહોત્સવ નો પ્રથમ દિવસ વિશાળ શોભા યાત્રા સાથે કરવામાં આવ્યો.દેશલપર સંસ્કાર ધામ થી પવિત્ર તીર્થ સ્થળ જ્યાં મા ઉમિયા નાં બેસણાં છે તે વાઢાય સુધી લઈ જવામાં આવી આકર્ષણ નું કેન્દ્ર બનેલ શોભા યાત્રામાં કચ્છ કડવા પાટીદારો નાં ગામો માંથી લગભગ 25 જેટલા ગામો થી વિવિત થીમ આધારિત ઝાંખી દર્શાવવામાં આવી કોઈએ વાંઢાય ની ગુરુ પરંપરા તો કોઈએ ઉમિયા માતાજી ની તો કોઈએ ગ્રામ્ય સંસ્કૃતિ ને ઉજાગર કરતી વેશભૂષા સાથે વિવિધ પ્રદર્શની ગોઠવી હતી આ પ્રદર્શની કોઈ મોટા ટેલા , ટ્રેકટર ,બળદ ગાડા ,ઘોડા તેમજ હાથી પર સવાર થઈ ને સહુ ને આકર્ષિત કર્યા હતા. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં માં ઉમટેલી જનમેદની એ દેશલપર સામાત્રા હાઇવે પર ટ્રાફિક જામ થતાં પોલીસ – ટ્રાફિક તંત્રએ સુચારુ રૂપે વ્યવસ્થા સંભાળી લીધી હતી.બપોર પછીના સત્ર માં સાધુ સંતો એ આશીર્વચન પાઠવ્યા હતા. આવતી કાલે બીજા દિવસે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પધારવાના હોઇ વિશેષ બંદો બસ્ત ગોઠવવા માં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *