
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ ૫૫૮૦ કરોડની જોગવાઇ
અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોચાડવા પણ સરકાર પ્રતિબદ્ધ છે. આવી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતી વ્યક્તિઓ સરળતાથી અરજી કરી શકે તે માટે આ યોજનાઓનું ઇ-ગ્રામ યોજના સાથે જોડાણ કરવામાં આવશે.
સામાજિક ઉત્કર્ષ
• રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજીત ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા ₹૧૩૪૦ કરોડની જોગવાઇ.
• રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા માટે ₹૫૮ કરોડની જોગવાઇ.
• બૌધ્ધિક અસર્મથતા ધરાવતા (મનો દિવ્યાંગ) વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના હેઠળ અંદાજે ૫૦ હજાર લાભાર્થીઓ માટે ₹૬૦ કરોડની જોગવાઇ.
• દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવા ₹૫૨ કરોડની જોગવાઈ.
• પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા માટે ₹૭૩ કરોડની જોગવાઇ
• પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી દીકરીઓના લગ્ન સમયે ₹૨ લાખની સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
• સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલ મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ માટે ડૉ.સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં ₹૨.૫ લાખ સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ સહાય માટે ₹૫૪ કરોડની જોગવાઇ.
• દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ₹૭ કરોડની જોગવાઇ.
• સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ ₹૧૦ કરોડની જોગવાઇ.
શૈક્ષણિક ઉત્કર્ષ
• પી.એમ. યશસ્વી પ્રિ.મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અંદાજે ૧૦ લાખ વિકસતી જાતિના વિધાર્થીઓને ₹૪ હજાર થી ₹૨૦ હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે ₹૫૬૨ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અંદાજે ૪૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ₹૩૭૬ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૩૭ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૩૩૪ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ ૧૦ હજાર વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે ₹૩૨૪ કરોડની જોગવાઈ.
• અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના અંદાજે ૬૦૦ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા માટે ₹૮૪ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે ₹૨૧ કરોડની જોગવાઇ.
• ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે
૨ લાખ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાઇકલ આપવા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ₹૭૫ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા ₹૨ કરોડની જોગવાઇ.
• દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દરેક સ્તરે શિષ્યવૃત્તિ આપવા માટે
₹૧ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા ₹૧ કરોડની જોગવાઇ.
આર્થિક ઉત્કર્ષ
• ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે અને યુવાનોને સ્વરોજગારી માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે ૯ જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના મારફત લાભાર્થીઓને લોન આપવા માટે ₹૧૬૬ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે સાધનો પૂરા પાડવા ₹૫૬ કરોડની જોગવાઈ.
અન્ય
• આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે
₹૨૨૨ કરોડની જોગવાઇ.
• છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ.આંબેડકર ભવન બાંધવા માટે ₹૫ કરોડની જોગવાઈ.
• વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે ₹૮ કરોડની જોગવાઇ.
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૩૪૧૦ કરોડની જોગવાઇ
અમારી સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરી વનબંધુઓના સામાજિક સશકિતકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ પરિવારોને પાયાની માળખાકિય સુવિધાઓ પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ રાજ્યમાં અંદાજે એક લાખ જેટલા આદિજાતિ કુટુંબોને જમીનના અધિકારો આપવામાં આવેલ છે. આ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે જમીન સુધારણા, કૃષિ ઇનપુટ સહાય, કૃષિ ઓજારો, પશુપાલન વગેરે માટે સહાય આપવામાં આવશે.
શૈક્ષણિક ઉત્કર્ષ
• આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલો મળી કુલ ૮૩૮ જેટલી શાળાઓના અંદાજીત ૧.૫ લાખ વિદ્યાર્થીઓને સહાય માટે ૬૬૭ કરોડની જોગવાઈ. • કુમાર-કન્યાના સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના ૭૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને સહાય માટે૨૪૫ કરોડની જોગવાઈ.
• ૩ લાખ જેટલાં વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે ૫૨૦ કરોડની જોગવાઈ. • પ્રિ-મેટ્રિકના અંદાજે ૧૪ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે૧૬૭ કરોડની જોગવાઈ.
• ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય પેટે ૧૧૭ કરોડની જોગવાઈ. • દૂધ સંજીવની યોજના અંતર્ગત કુલ ૫૨ (બાવન) આદિજાતિ તાલુકાના અંદાજે ૮ લાખ બાળકોને વિશિષ્ટ પોષણ માટે૧૪૪ કરોડની જોગવાઈ.
• આદર્શ નિવાસી શાળા અને સરકારી છાત્રાલયના અદ્યતન સુવિધા વાળા બાંધકામ માટે ૧૨૦ કરોડની જોગવાઇ. • કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS)માં ભણતી અંદાજે ૧૫ હજાર જેટલી વિદ્યાર્થીનીઓને રહેવા, જમવા અને શિક્ષણ માટે૪૦ કરોડની જોગવાઇ.
• વિદ્યાસાધના યોજના હેઠળ ધોરણ ૯ માં અભ્યાસ કરતી ૪૨ હજાર વિદ્યાર્થીનીઓને સાઇકલ આપવા ૧૮ કરોડની જોગવાઈ. • અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત૨૩ કરોડની જોગવાઇ.
• રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે `૧૦ કરોડની જોગવાઈ.
આર્થિક ઉત્કર્ષ
• આદિજાતિ ખેડૂતોને મીની ટ્રેક્ટર, રોટાવેટર અને થ્રેશર જેવા આધુનિક કૃષિ યંત્રો આપવા માટે ૨૯ કરોડની જોગવાઇ. • ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ આદિજાતિ કુટુંબોને આર્થિક સહાય આપવા માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ. • સિંચાઇની સુવિધા વધારવા માટે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ સાથે લિફ્ટ ઇરિગેશન યોજનાથી અંદાજે ૧૨ હજાર આદિજાતિ ખેડૂતોને લાભ આપવા માટે ૭૫ કરોડની જોગવાઇ.
• સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ આદિજાતિના ૧૫ હજાર જેટલા મહિલા પશુપાલકોને સહાય આપવા માટે ૩૪ કરોડની જોગવાઇ. • કૃષિ વૈવિધ્યીકરણ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧ લાખ જેટલા ખેડૂતોને ઇનપુટ કીટ સહાય માટે૩૦ કરોડની જોગવાઇ.
• માનવ ગરિમા યોજના હેઠળ લોકોને સ્વરોજગારીનો લાભ આપવા માટે૧૫ કરોડની જોગવાઈ. • પર્યટન સ્થળોમાં પ્રવાસીઓને આદિજાતિ સંસ્કૃતિની અનુભૂતિ થાય, પ્રકૃતિનો સંગાથ મળે અને તે સાથે આદિજાતિ પરિવારોનો આર્થિક ઉત્કર્ષ થાય તે માટેની હોમ સ્ટે યોજના માટે૯ કરોડની જોગવાઇ.
અન્ય
• આદિમજુથો અને હળપતિઓ માટેની મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત આવાસ, રસ્તાઓ, વીજળી, આર્થિક ઉપાર્જન, આરોગ્ય વગેરે સગવડો માટે ૧૩૪ કરોડની જોગવાઈ. • અનુસૂચિત જનજાતિના લોકોને આપવામાં આવતી વ્યક્તિગત આવાસ સહાય યોજના માટે૬૪ કરોડની જોગવાઇ.
• ટી.બી., કેન્સર, રકતપિત્ત અને સિકલસેલ એનિમીયા જેવા રોગોથી ગ્રસ્ત વ્યકિતઓ માટે આર્થિક સહાય યોજના હેઠળ `૧૧ કરોડની જોગવાઈ.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹ ૨૫૩૮ કરોડની જોગવાઇ
રાજ્યના યુવાનો આર્થિક રીતે પગભર થઈ રોજગારીની ઉચ્ચ તકો મેળવે તે માટે તેમને કૌશલ્યબદ્ધ કરવા અમારી સરકાર કાર્યરત છે. ઔદ્યોગિક અને સેવાક્ષેત્રોમાં નવા નવા કૌશલ્યની જરૂરિયાત ઊભી થાય છે. આ કુશળ માનવ બળની જરૂરિયાત પૂરી પાડવા કૌશલ્ય વિકાસના નવા ક્ષેત્રોનો વિકાસ કરી રોજગારીની તકો પુરી પાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે. શ્રમિકોની સુખાકારી માટે સરકાર કાયદાકીય રીતે અને કલ્યાણકારી યોજનાઓ થકી પગલા લઇ રહી છે.
• બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા શ્રમિક બસેરા સ્થાપવા માટે ૫૦૦ કરોડની જોગવાઇ. • ITIના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે૨૩૯ કરોડની જોગવાઇ.
• અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે ૧૫૫ કરોડની જોગવાઇ. • શ્રમિકોને૫ ના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવવા માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૮૫ કરોડની જોગવાઇ. • કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટીના વિકાસ તેમજ યુવાનોને ડ્રોન તાલીમ જેવા ઉભરતા કૌશલ્યના વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ માટે૪૮ કરોડનું આયોજન.
• વિવિધ એકમો ખાતે એપ્રેન્ટિસને તાલીમ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે ૩૬ કરોડની જોગવાઈ. • GIDC વિસ્તારમાં સ્થાનિક યુવાધન માટે લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એક્સેલન્સ (LIVE) યોજના માટે૨૫ કરોડની જોગવાઇ.
• મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઇપેન્ડ માટે ૧૬ કરોડની જોગવાઇ. • ગુજરાત એપેક્સ ઈન્સ્ટીટ્યુટને વિકસાવવા માટે૧૧ કરોડની જોગવાઇ.
• ઔદ્યોગિક વિસ્તારની માંગ આધારિત ક્લસ્ટર બેઝ્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે ૫ કરોડની જોગવાઇ. • ડ્રોન મેન્યુફેકચરીંગ એન્ડ ટ્રેનિંગ લેબોરેટરી (Drone MANTRA) દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમો અને સંશોધન માટે૪ કરોડની જોગવાઇ.
• શ્રમિકોના બાળકો માટે આંગણવાડી, ઘોડિયાઘર, તેમજ આરોગ્ય ચકાસણી કેન્દ્રની સ્થાપના માટે ૩ કરોડની જોગવાઇ. • મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે સેફટી લેબની સ્થાપના માટે૧ કરોડની જોગવાઇ.
શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ
દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
• મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૩૧૦૯ કરોડની જોગવાઇ. • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ૬૪ કરોડની જોગવાઈ.
• સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે ૫ કરોડની જોગવાઇ. • સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે૧૦૯ કરોડની જોગવાઈ.
• અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે ૮૭ કરોડની જોગવાઈ. • ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા `૫૦ કરોડની જોગવાઈ.
• સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.
ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ
• ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે ૩૯૦ કરોડની જોગવાઈ. • ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા૪૦૧ કરોડની જોગવાઇ.
• ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે ૧૬૯ કરોડની જોગવાઈ. • નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા૧૫૦ કરોડની જોગવાઈ.
• યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે ૭૦ કરોડની જોગવાઈ. • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે૬૪ કરોડની જોગવાઈ.
• ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે ૪૦ કરોડની જોગવાઈ. • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા૩૫ કરોડની જોગવાઈ.
• ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા ૩૦ કરોડની જોગવાઇ. • IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે૧૮ કરોડની જોગવાઈ.
• સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે૬ કરોડની જોગવાઈ. • સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા૫ કરોડની જોગવાઈ.
• STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ `૫ કરોડની જોગવાઈ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ `૧૫,૧૮૨ કરોડની જોગવાઈ
રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યુ છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકિય સેવાઓનું સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હાયપર ટેન્શન જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ
• જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે ૯૨૬૩ કરોડની જોગવાઇ. • આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ૧૭૪૫ કરોડની જોગવાઈ.
• પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા ૧૬૦૦ કરોડની જોગવાઇ. • ૧૫માં નાણાપંચ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોની માળખાકિય સગવડો અને નિદાન સુવિધા વધારવા માટે૬૪૩ કરોડની જોગવાઇ.
• આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને બીજી જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેંકની સહાયથી ૪૨૦૦ કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેકટ અંતર્ગત આગામી વર્ષ માટે૩૫૦ કરોડની જોગવાઈ.
• કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વગેરે મહિલાલક્ષી યોજનાઓ માટે ૩૨૪ કરોડની જોગવાઈ. • શહેરી આરોગ્યની સેવાઓ વધારે સુદ્રઢ કરવા૨૫૦ કરોડની જોગવાઈ.
• પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટરના નવિન મકાન બાંધકામ માટે ૭૧ કરોડની જોગવાઈ. • નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે કાર્યરત SNCUની સંખ્યામાં ૫૦ નો વધારો કરવામાં આવશે, જે માટે૨૪ કરોડની જોગવાઇ.
• ૫૦ અંતરિયાળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ અને બાળકોના નિષ્ણાંત ડોકટરની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે `૧૨ કરોડની જોગવાઇ.
તબીબી સેવાઓ
• તબીબી સેવાઓ માટે કુલ ૧૨૭૮ કરોડની જોગવાઇ. • પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે ૨૭૦ કરોડની જોગવાઈ.
• જિલ્લા કક્ષાની અને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોના બાંધકામ તથા હયાત હોસ્પિટલોના સુદ્રઢીકરણ માટે ૫૭ કરોડની જોગવાઈ. • એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા રાજ્યમાં નવી ૧૯૮ એમ્બ્યુલન્સ વસાવવા માટે૫૫ કરોડની જોગવાઇ.
તબીબી શિક્ષણ અને સંશોધન
• મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે ૩૯૯૭ કરોડની જોગવાઇ. • સરકારી મેડિકલ કોલેજો તથા તેને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં હયાત સુવિધાઓના વિસ્તૃતિકરણ માટે૩૫૫ કરોડની જોગવાઈ.
• અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બેઠકોનો વધારો થતા માળખાકિય સુવિધાઓ ઊભી કરવા તથા તબીબી સારવારની સેવાઓનો વ્યાપ વધારવા માટે૧૪૫ કરોડની જોગવાઈ. • રાજ્યમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ થકી નવી મેડિકલ કોલેજો સ્થાપવા તેમજ ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે૧૩૦ કરોડની જોગવાઈ.
• સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તેમજ અન્ય મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં આધુનિક સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે ૧૧૫ કરોડની જોગવાઈ. • મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે૬૫ કરોડની જોગવાઈ.
• અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
• નર્સિંગ શિક્ષણ સઘન બનાવી નર્સોની ઉપલબ્ધિ વધારવા માટે ૫ નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
આયુષ
• આયુષની વિવિધ યોજના માટે ૩૭૭ કરોડની જોગવાઇ. • જરૂરી મહેકમ અને સાધન સામગ્રી માટે૧૨ કરોડની જોગવાઇ.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
• ખોરાક અને દવાઓના નમુનાઓની ચકાસણીની કામગીરી સધન બનાવવા માટે સુરત અને રાજકોટ ખાતે નવી બે પ્રયોગશાળાઓ માટે `૮ કરોડની જોગવાઇ.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઇ
“સશક્ત સમાજના નિર્માણ માટે સશકત મહિલા”ના મંત્રને વરેલી અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતો જે વર્ષ ૨૦૨૦માં વધીને ૯૬૫ નોંધાયો છે. બાળકોના આરોગ્ય, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કાળજી લઇ ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતનો સંકલ્પ અમારી સરકારે કર્યો છે.
• વિધવા બહેનોને આર્થિક રીતે મદદ કરી તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કોઇપણ પાત્રતા ધરાવતી બહેન સહાયથી વંચિત ન રહે તે માટે સેચ્યુરેશન એપ્રોચથી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. આ યોજના માટે ૧૮૯૭ કરોડની જોગવાઈ. • પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે૧૪૫૨ કરોડની જોગવાઈ.
• માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે ૭૫૪ કરોડની જોગવાઇ. • ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર પુરો પાડવા માટે૩૯૯ કરોડની જોગવાઇ.
• આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અંદાજિત ૧૩ લાખ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પેશ્ચ્યુરાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવા માટે ૧૨૬ કરોડની જોગવાઇ. • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) હેઠળ સગર્ભામાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર સીંગતેલ આપવામાં આવે છે. જેના માટે૨૧૪ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના અમલી કરી છે. જે માટે ૧૩૩ કરોડની જોગવાઇ. • આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે૨૬૮ કરોડની જોગવાઇ.
• વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ૧૫૦ કરોડની જોગવાઈ. • બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ડિજિટલ લર્નિંગ મટિરીયલ પૂરું પાડવા ૪ કરોડની જોગવાઇ.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹૨૧૬૫ કરોડની જોગવાઇ
રાજ્યમાં પાત્રતા ધરાવતાં કુટુંબોની અન્ન સલામતી સુનિશ્ચિત કરી તેમને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા NFSA કુટુંબોને છેલ્લા ત્રણ વર્ષમાં વિનામૂલ્યે અનાજ પૂરું પાડી કોરોનાના કપરા કાળમાં સરકાર ગરીબો માટે મદદરૂપ થયેલ છે. અન્ન સુરક્ષા, પોષણ અને નાગરિક પુરવઠાની યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે ગત વર્ષે જોગવાઇમાં ૨૪ % નો વધારો સૂચવેલ હતો. આગામી વર્ષ માટે વિભાગની જોગવાઇમા ૪૨% જેટલો ધરખમ વધારો હું
સૂચવું છું.
• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ૭૧ લાખ રેશનકાર્ડ ધારક NFSA કુટુંબોને અન્ન વિતરણ કરવા ૬૧૭ કરોડની જોગવાઇ. • ઉજ્જવલા યોજના અંતર્ગત સમાવેશ કરી રાજ્યના અંદાજે ૩૯ લાખ કુટુંબોને રાંધણગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવેલ છે. આ પરિવારોને દર વર્ષે બે રાંધણગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ કરી આપવા૫૦૦ કરોડની જોગવાઇ.
• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત NFSA કુટુંબોને તુવેર દાળ રાહત દરે આપવા માટે ૨૭૭ કરોડની જોગવાઈ. • જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ખાદ્યતેલનું વિતરણ કરવા૧૨૮ કરોડની જોગવાઇ.
• NFSA કુટુંબોના આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માટે કુટુંબદીઠ દર માસે ૧ કિ.ગ્રા. ચણા વિતરણ રાહતદરે રાજ્યના ૭૫ તાલુકાઓમાં કરવામાં આવે છે. આ કાર્યક્રમનો વ્યાપ વધારી હવે સંપૂર્ણ રાજ્યમાં અમલ કરવામાં આવશે. જે અંતર્ગત ૮૭ કરોડની જોગવાઇ. • સૂક્ષ્મ પોષક તત્વોયુકત ડબલ ફોર્ટીફાઇડ મીઠા (આયર્ન + આયોડીનયુકત)ના વિતરણ માટે૬૮ કરોડની જોગવાઇ.
• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અન્ન વિતરણને વધુ પોષણલક્ષી બનાવવા હાલમાં ૧૪ જિલ્લામાં ફોર્ટીફાઇડ ચોખા(ફોલીક એસીડ + આયર્ન + વિટામીન બી-૧૨ યુકત)નું વિતરણ કરવામાં આવે છે, જેનો વ્યાપ વધારી હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે. જેના માટે ૬૦ કરોડની જોગવાઈ. • શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા તેમજ આહારમાં તેનો સમાવેશ કરવા બાજરી, જુવાર, રાગી(નાગલી) વગેરેની જાહેર વિતરણ વ્યવસ્થાથી વિતરણ કરવામાં આવશે. આ હેતુસર જરૂરી જથ્થાંની ખરીદી ખેડૂતો પાસેથી કરવા પ્રોત્સાહન આપવા માટે૩૦ કરોડની જોગવાઇ.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ ₹૫૬૮ કરોડની જોગવાઇ
ગુજરાત સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો ધરાવે છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનું સંરક્ષણ અને સંવર્ધન કરવા તેમજ નવી પેઢીને સંસ્કૃતિ અને કલા પરત્વે જાગૃત કરવા સરકાર સતત પ્રયાસરત છે.
રમતગમત ક્ષેત્રે `૩૨૦ કરોડની જોગવાઇ.
ખેલમહાકુંભના માધ્યમથી છેલ્લા એક દાયકામાં ગુજરાતના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહેલ છે. તેના ભાગરૂપે
• દરેક જિલ્લામાં સેચ્યુરેશન એપ્રોચથી એક જિલ્લા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન.
• પસંદ કરેલ એકલવ્ય મોડલ રેસિડેન્સિઅલ સ્કુલ (EMRS), ગર્લ લિટરસી રેસિડેન્સિઅલ સ્કુલ (GLRS) અને રક્ષા શક્તિ વિદ્યાલયમાં ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ (DLSS) શરૂ કરવાનું આયોજન.
• ૫૦૦ નવી શાળાઓને In-School યોજનાનો લાભ આપવાનું આયોજન.
• પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા વ્યુહાત્મક આયોજન અને વ્યવસ્થાપન.
• રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટસ અને ટ્રેનિંગ કેમ્પ સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટેનું આયોજન છે.
પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે `૫૫ કરોડની જોગવાઇ
• વડનગર ખાતે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય, એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાંઓનું સંગ્રહાલય, દ્વારિકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર આધારિત દ્વારિકા સંગ્રહાલય, સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન આધારિત સંગ્રહાલય, પાટણ ખાતે સંગ્રહાલય બનાવવાની કામગીરીનું આયોજન.
• સંગ્રહાલયના વિવિધ પ્રભાગોનું ઓનલાઇન નિદર્શન થઇ શકે તે હેતુસર ઓનલાઇન વર્ચ્યુઅલ ટુર બનાવી વેબસાઇટ પર મૂકવાનું આયોજન.
• રાજ્ય રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરીનું તબક્કાવાર આયોજન છે.
ગ્રંથાલય અને અભિલેખાગારો માટે `૯૬ કરોડની જોગવાઇ.
• સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરકારી ગ્રંથાલયોનો મહત્તમ ઉપયોગ કરે અને રાજ્યમાં વધુમાં વધુ લોકોને સરકારી ગ્રંથાલયોનો લાભ મળે તે માટેનું આયોજન.
• ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપવા માટેનું આયોજન છે.
• જૂના દસ્તાવેજોની યોગ્ય જાળવણી અને માવજત માટેનું આયોજન છે.
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૦,૭૪૩ કરોડની જોગવાઇ
ગામના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારની નેમ છે. ત્રિસ્તરીય પંચાયતી માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવિનીકરણ, રેકર્ડનું મોર્ડનાઇઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા સરકાર લઇ રહી છે. ગ્રામ્ય કક્ષાએ સફાઇ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
પંચાયત
• ૧૫મા નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે ૨૫૦૦ કરોડની જોગવાઇ. • ગ્રામ્ય પાણી પુરવઠાઓ યોજનાઓ માટે વિનામૂલ્યે વીજપુરવઠાની યોજના અંતર્ગત સહાય માટે૭૩૪ કરોડની જોગવાઇ.
• પંચાયત વિસ્તારમાં પાણી તથા સ્વચ્છતાના અનેકવિધ કામોના અમલીકરણ માટે ૧૭૭ કરોડની જોગવાઇ. • ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના થકી ગ્રામ્ય લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી તેમના ગામમાં જ મેળવી શકે છે. હાલમાં આ યોજના અંતર્ગત મળનાર સેવાઓની સંખ્યા વધીને ૩૨૧ થયેલ છે. દર વર્ષે અંદાજિત ૪.૫ કરોડ વ્યવહારો આ નેટવર્ક મારફત થાય છે. જે ડિજિટલ ગવર્નન્સની દિશામાં મોટી હરણફાળ છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા ૧૬૦ કરોડની જોગવાઇ.
• સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગરની નજીક આવતાં ગામોમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રોડ રસ્તાની તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી માળખાકિય સુવિધાઓ વિકસાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે
`૧૦ કરોડની જોગવાઇ.
ગ્રામવિકાસ વિભાગ
• મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) હેઠળ ૧૩૯૧ કરોડની જોગવાઇ. • પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસો બાંધવા માટે ૯૩૨ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ (PMKSY-WDC) માટે ૨૨૦ કરોડની જોગવાઇ. • મહિલાઓના સશકિતકરણ અને આર્થિક વિકાસ માટે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (આજીવિકા) અંતર્ગત૨૧૦ કરોડની જોગવાઇ.
• સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત ગામોમાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલની સુવિધા હાથ ધરવામાં આવે છે. ગોબરધન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ઊર્જા સુરક્ષા સાથે જૈવિક ખાતરનો લાભ આપવા બાયોગેસ પ્લાન્ટ અને સ્લરી પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવે છે. આ યોજનાઓ માટે જોગવાઇ ૨૦૦ કરોડની જોગવાઇ. • દીનદયાલ ગ્રામીણ કૌશલ યોજના હેઠળ ૫૦૦૦ જેટલી મહિલાઓને ડાયમંડ વર્કની અને બીજી મહિલાઓને જુદા જુદા કૌશલ્ય માટે તાલીમ આપવા માટે ૨૩ કરોડની જોગવાઇ.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૧૯,૬૮૫ કરોડની જોગવાઇ
શહેરી વિસ્તારોમાં પાણી, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, ઘન કચરાનો નિકાલ, સ્ટ્રીટલાઇટ વગેરે માળખાકિય સગવડોના વિકાસ દ્વારા ગુજરાતના શહેરોના રહેણાંકનું સ્તર ઉત્તરોત્તર સુધારવાની સરકારની નેમ છે. શહેરોના મૂળ વિસ્તાર અને તેની વધારેલી હદમાં આ સગવડોનું આયોજન મૂડીક્ષેત્રે મોટું રોકાણ માંગી લે તેમ છે. વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે માનવ વિકાસ સૂચકાંક સુધારવાના હેતુથી શહેરીક્ષેત્રોની માળખાકિય સગવડો માટે વિભાગના બજેટમાં ૩૭% નો માતબર વધારો સૂચવું છું.
● મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકિય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. આ યોજના માટે ૮૦૮૬ કરોડની જોગવાઇ. ● સ્થાનિક સ્વરાજની શહેરી સંસ્થાઓને નાણાકીય સહાય આપવાની યોજના (ઓક્ટ્રોય નાબૂદી વળતર યોજના) અંતર્ગત૩૦૪૧ કરોડની જોગવાઇ.
● અમૃત-૨.૦ અંતર્ગત પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ, તળાવોનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે ૧૪૫૪ કરોડની જોગવાઇ. ● ૧પમા નાણાપંચ હેઠળ આગામી વર્ષ માટે૧૨૭૪ કરોડની જોગવાઇ.● શહેરી વિસ્તારોને રેલ્વે ફાટક મુકત બનાવવાના અભિયાન અંતર્ગત ૧૦૦ ઓવરબ્રીજ/અંડરબ્રીજ બનાવવા માટે ૧૧૩૧ કરોડની જોગવાઇ. ● પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આગામી વર્ષમા ૧ લાખ જેટલા વધુ લોકોને આવાસ પૂરા પાડવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા૧૦૬૬ કરોડની જોગવાઇ.
● અંદાજિત ૧૮ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-૧ ની મેટ્રો સેવા કાર્યરત કરવામાં આવેલ છે. જ્યારે ફેઝ-૨ની કામગીરી પ્રગતિમાં છે. અંદાજે૧૨ હજાર કરોડના ખર્ચે બનનાર સુરત મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-૧ અને ફેઝ-૨ની કાર્યવાહી પ્રગતિમાં છે. આ પ્રોજેકટને રાજ્ય સરકારની સહાય પેટે ૯૦૫ કરોડની જોગવાઇ. ● સ્માર્ટ સિટી મિશન હેઠળ૫૪૭ કરોડની જોગવાઇ.
● શહેરી પરિવહનને વધુ સશકત બનાવવા માટે મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ ૫૦ ટકા વાયેબીલીટી ગેપ ફંડીગ આપવામાં આવે છે. જે માટે૩૦૦ કરોડની જોગવાઇ ● નેશનલ રીવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે૨૫૦ કરોડની જોગવાઇ.
● સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ ૨૬૨ કરોડની જોગવાઇ. ● નગરપાલિકાઓને વીજબીલ ભરવામાં સહાયભૂત થવા “વિજબીલ પ્રોત્સાહન નિધિ” સ્થાપિત કરવામાં આવશે. જે માટે૧૦૦ કરોડની જોગવાઇ.
● મહાનગરપાલિકાઓમાં આઇકોનિક બ્રીજ બનાવવા માટે કુલ ૪૦૦ કરોડના આયોજન સામે જોગવાઇ૧૦૦ કરોડ.
● દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ ૮૮ કરોડની જોગવાઇ. ● મહાનગરપાલિકાઓમાં લોકોને હરવા ફરવા માટે રમણીય સ્થળોનું નિર્માણ કરવા નેચર પાર્કનું આયોજન. આ માટે૮૦ કરોડની જોગવાઇ.
● અગ્નિશમન વાહનો પૂરા પાડવા અને મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે૬૬ કરોડની જોગવાઇ. ● વર્લ્ડબૅન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૩૪ કરોડની જોગવાઇ.
● રાજ્યની નગરપાલિકાઓમાં સિવિક સેન્ટરો ઊભા કરવા માટે ૩૩ કરોડની જોગવાઇ. ● નગરપાલિકાઓના સુચારુ વ્યવસ્થાપન અને તાંત્રિક કામોના અમલીકરણ, મોનિટરીંગ અને દેખરેખની કામગીરી માટે કમિશ્નરશ્રી મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશનની ટેકનિકલ જગ્યાઓ માટે૧૮ કરોડની જોગવાઇ.
ગિફ્ટ સિટી
ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર કાર્યરત એવું આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓનું કેન્દ્ર છે. ભારતની અને વિદેશની નામાંકિત બેંકો, ઇન્શ્યુરન્સ અને રિઇન્શ્યુરન્સ કંપનીઓ, બે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો અને તેની સાથે મૂડી બજાર સાથે જોડાયેલ ઇન્ટરમીડિઅરીઝ ગિફ્ટ સિટી ખાતેથી કાર્યરત છે. તાજેતરમાં, ગિફ્ટ સિટી ખાતે નવી બિઝનેસ ગતિવિધિઓ જેવી કે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ, શીપ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ટ્રેઝરી કાર્યો તથા અન્યને મંજૂરી આપવામાં આવેલ છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત એક્સચેન્જોમાં ૫૦ બિલિયન યુ.એસ.ડોલરથી પણ વધારેના બોન્ડનું લિસ્ટિંગ થયેલું છે. ગિફ્ટ સિટી ખાતે કાર્યરત IFSC ભારતીય કોર્પોરેટ્સને વિદેશી મૂડી બજારમાંથી મૂડી અને ઋણ (ડેટ) મેળવવાની મોટી તક પૂરી પાડે છે.
ગિફ્ટ સિટી ખાતે એક વિશિષ્ટ પ્રકારનું ફિન-ટેક હબ સ્થાપવામાં આવશે. આ હબનો ઉદ્દેશ ભારતમાં ફિન-ટેક શિક્ષણ અને સંશોધનની ગુણવત્તામાં સુધારો કરવાનો, ફિનટેક સ્ટાર્ટ અપ તથા ઇન્કયુબેશનને પ્રોત્સાહિત કરવા, ટેકનોલોજીમાં પુરાવા આધારિત સંશોધન, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંશોધનકારોને પ્રોત્સાહિત કરવા માટેનો છે. ગિફ્ટ સિટી માટે `૭૬ કરોડની જોગવાઇ.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૮૭૩૮ કરોડની જોગવાઇ
આગામી વર્ષોમાં ખેતી, ઘરગથ્થું તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે વીજ વપરાશ વધવાની શકયતાઓને ધ્યાને લેતાં રાજ્યની જનતાને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવા ભવિષ્યલક્ષી આયોજન સરકારે કરેલ છે. રાજ્યના વીજ વપરાશમાં રિન્યુએબલ ઊર્જાનો હિસ્સો વધારવા માટે સૌર અને પવન ઊર્જાનું મોટાપાયે ઉત્પાદન કરવાનું આયોજન છે. ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ અને બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટની કામગીરીને આગળ ધપાવવામાં આવશે.
• ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ૧૫૭૦ કરોડની જોગવાઇ. • રીવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકિય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે૧૩૯૦ કરોડની જોગવાઇ.
• વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન નેટવર્કના સુદ્રઢીકરણ માટે ૧૩૩૦ કરોડની જોગવાઇ. • સબ સ્ટેશનની આસપાસની સરકારી ફાજલ જમીન પર ૨૫૦૦ મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની સ્થાપના માટે૧૧૮૫ કરોડની જોગવાઇ.
• આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ૧૦૧૦ કરોડની જોગવાઇ. • સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે૩૬૦ કરોડની જોગવાઇ.
• પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પાવર આધારિત એગ્રીકલ્ચરલ પંપ પૂરા પાડવા માટે કુલ ૧૫૨ કરોડની જોગવાઇ. • રસ્તાઓના વિસ્તૃતિકરણમાં અથવા હયાત રસ્તાઓ પર અડચણરૂપ વીજ માળખાનું શિફટીંગ,રિપ્લેસમેન્ટ કરવા માટે૧૦૫ કરોડની જોગવાઇ.
• ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા અને જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં તબદીલ કરવા૧૦૦ કરોડની જોગવાઇ. • ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરીત વીજ વાયરો, કંડકટર બદલવાની કામગીરી તથા ખેતીવાડી ફીડરોના વિભાજનની કામગીરી કરી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા૮૭ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સાતત્યપુર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા ૫૨ કરોડની જોગવાઇ. • ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઊર્જા બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવા તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટને પ્રોત્સાહન આપવા ૨૦ કરોડની જોગવાઈ.
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ `૨૦,૬૪૨ કરોડની જોગવાઈ
રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવેલ છે. આગામી વર્ષોમાં આ માળખાકિય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અને સુદ્રઢ કરવા આયોજનો હાથ ધરેલ છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું અમારું લક્ષ્ય છે.
પ્રગતિ હેઠળના કામો
• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ૨૮૦૮ કરોડની જોગવાઇ. • મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની અંદાજે૨૮૦૦ કરોડની કામગીરીનું આયોજન.
• ૭ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાઓનું રીસરફેસીંગની કામગીરી માટે અંદાજીત ૨૨૦૦ કરોડની જોગવાઈ. • જુદા જુદા રસ્તાઓના અનુભાગોની અંદાજે ૧ હજાર કિલોમીટર લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની૧૬૭૯ કરોડની કામગીરીનું આયોજન.
• ૯૬૨ કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર-માર્ગિય કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ. • સરખેજ-ગાંધીનગર હાઇવેને૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર (છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.)ની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે.
• અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને ૩૩પ૦ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે૬૧૫ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે ૩૦૦૦ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા ૧૭૫૦ કરોડની અંદાજીત કિંમતના કામોને મંજુરી મળેલ છે જે પૈકી ૧૧૮૫ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ, જેના માટે૬૦૦ કરોડની જોગવાઈ.
• જૂના પુલોના પુન:બાંધકામ અને મજબુતીકરણ માટે ૫૫૦ કરોડની જોગવાઈ. •૪૦૧ કરોડના ખર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તાની ૮૦ કિ.મી. લંબાઇની ખુટતી કડીઓની કામગીરી પ્રગતિ હેઠળ.
• ભરૂચ દહેજ રસ્તા પર ૪૦૦ કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંક્શન સુધી ૩ કિ.મી. લંબાઈનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર જેમાં હયાત રેલવે ઓવરબ્રીજ ઉપર ડબલ હાઈટ પર રેલવે ઓવરબ્રીજની કામગીરી પ્રગતિ હેઠળ. • ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો૩પર કરોડના ખર્ચે દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.
• રસ્તાઓનું મજબુતીકરણ, અપગ્રેડેશન, ખુટતીકડીના રસ્તાઓ અને પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટેના ૨૪૪૦ કરોડના આયોજન અંતર્ગત ૨૫ રસ્તાઓની૬૯૩ કરોડની કામગીરી. જેના માટે ૨૭૮ કરોડની જોગવાઇ. • પી.એમ. ગતિશક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇકવિટી ફાળા માટે૨૦૦ કરોડની જોગવાઇ.
• કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ–૬૫ ના ૪૦ કિ.મી. લંબાઈના રસ્તાને વિકસાવવા માટે ૨૦૦ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. • સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા ૨૧૮ કિ.મી. લંબાઇના રસ્તા પૈકી ૯૫ કિ.મી. લંબાઇના રસ્તાઓ માટે૨૧૯ કરોડની કામગીરી. જેના માટે ૧૪૦ કરોડની જોગવાઇ. • આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે૩૨૨ કરોડની કામગીરી. જેના માટે ૧૨૩ કરોડની જોગવાઇ. • રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવા અંગે: o ડી.એફ.સી.સી. રૂટ ઉપર આવતા રેલ્વે લેવલ ક્રોસીંગ તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો પર આર.ઓ.બી. ની કામગીરી પૈકી૨૯૭૬ કરોડના ખર્ચે કુલ ૫૨ (બાવન) રેલ્વે ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ.
o ફાટક મુકત અભિયાન હેઠળ `૪૧૧૮ કરોડના ખર્ચે કુલ ૮પ આર.ઓ.બી. ની કામગીરી પ્રગતિ હેઠળ.
નવી બાબતો
• ટુરિસ્ટ સર્કિટને જોડતાં રસ્તાઓના વિકાસ માટે ૬૦૫ કરોડની જોગવાઈ. • અંદાજીત૧૬૦૦ કરોડના ખર્ચે પરિક્રમા પથના બાંધકામ અન્વયે ૫૦૦ કરોડની જોગવાઈ. • અંદાજીત૧૫૦૦ કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા પાંચ રસ્તાઓ વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભુજ-ભચાઉ અને રાજકોટ-ભાવનગરને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે ૩૮૪ કરોડની જોગવાઈ. • અમદાવાદ–મહેસાણા–પાલનપુર રસ્તાને૯૫૦ કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે ૧૬૦ કરોડની જોગવાઈ. • ભરૂચ–દહેજ રસ્તાને૮૦૦ કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એકસપ્રેસ-વે તરીકે વિકસાવવા માટે `૧૬૦ કરોડની જોગવાઈ.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૩૫૧૪ કરોડની જોગવાઇ
રાજ્યમાં બસ આધારિત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી પ્રવાસીઓની સગવડો વધારવાનું અને પ્રદૂષણ તેમજ રોડ ટ્રાફિકને ઓછું કરવાનું સરકારનું આયોજન છે. વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે વિક્રમજનક ૨૦૦૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે. વધુમાં શહેરી વિસ્તારમાં પણ બસ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અંતર્ગત જોગવાઇ વધારવામાં આવશે.
પોર્ટ આધારિત વિકાસ નીતિનો સુચારુ અમલ કરી આંતરરાષ્ટ્રીય વેપારમાં ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવેલ છે. છેલ્લાં વીસ વર્ષમાં રાજ્યના પોર્ટ પર કરવામાં આવતા કાર્ગોના સંચાલનમાં આશરે પાંચગણો વધારો નોંધાયેલ છે. વર્ષ ૨૦૨૧-૨૨માં દેશનાં નોન-મેજર પોર્ટ્સ ટ્રાફિકના ૬૮% તથા કુલ પોર્ટ્સ ટ્રાફિકનાં ૪૧% કાર્ગોનું સંચાલન ગુજરાતના બંદરો મારફત કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આશરે `૪ હજાર કરોડના ખર્ચે ભાવનગર ખાતે શરું થનાર વિશ્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનલનું ખાતમુહૂર્ત કરેલ છે. એલ.એન.જી. બાદ હવે સી.એન.જી.ના આયાત તેમજ પરિવહનમાં ગુજરાત દેશમાં અગ્રગણ્ય રાજ્ય બની રહેશે.
• ભાવનગર ખાતે પોર્ટના ટ્રાફિકને હાઇવે સુધી સરળતાથી પહોચાડવા માટે રીંગરોડ વિકસાવવા ૨૯૭ કરોડનું આયોજન. • ઇલેકટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઇલેકટ્રીક વ્હીકલ (૨-૩-૪ વ્હીલર) પોલિસી માટે૨૧૭ કરોડની જોગવાઇ.
• નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા ૮ મિલિયન મેટ્રિક ટનથી વધારીને
૨૦ મિલિયન મેટ્રિક ટન કરવા માટે ૧૯૨ કરોડનું આયોજન. • સુરત ખાતે ભારતીય રેલ્વે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે૯૮૦ કરોડના ખર્ચે તૈયાર થનાર મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ માટે પ્રાથમિક તબક્કે ૫૭ કરોડની જોગવાઈ. • સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે શીપ બ્રેકિંગ પ્રવૃત્તિ પુન: શરૂ કરવા માટે ૨૪ કરોડનું આયોજન.
• ૫૦ ઇલેક્ટ્રીક બસોની ખરીદી માટે ૨૪ કરોડની જોગવાઈ. • નિગમના ૧૨૫ ડેપો વર્કશોપ, ૧૬ વિભાગીય કચેરીઓ તેમજ ૧૬ ડીવીઝન વર્કશોપ ખાતે CCTV સર્વેલન્સ સીસ્ટમ માટે૧૦ કરોડની જોગવાઇ.
• એરપોર્ટ જેવી સુવિધા બસ સ્ટેશનો પર આપવા માટે પી.પી.પી. ધોરણે
૦૭ બસપૉર્ટ અમદાવાદ-ગીતા મંદિર નોર્થ પ્લોટ, ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભુજ ખાતે કાર્યરત કરવામાં આવશે.
• રાજ્યમાં ૨૦૦ કરતા વધારે એકમોને ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવેલ છે. તે ઉપરાંત વ્હિકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ત્રણ ફેસીલીટી શરૂ કરવામાં આવેલ છે.
• આર.ટી.ઓ.માં સરળીકરણના ભાગરૂપે એમ-ગવર્નન્સ શરૂ કરવામાં
આવનાર છે.
જળસંપત્તિ પ્રભાગ માટે ₹૯૭૦૫ કરોડની જોગવાઇ
જીવન અને પર્યાવરણ બંને માટે જળ આવશ્યક તત્વ છે. ઉપલબ્ધ પાણીના સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા, તેનો સંગ્રહ તથા તે પાણીને ડેમથી ખેતરો અને ઘરો સુધી પહોચાડવાનું સુદ્રઢ માળખુ સરકારે ઊભું કર્યું છે. સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની અછતવાળા વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધારવા નવી માળખાકિય સુવિધાઓ ઊભી કરવા માટે પણ સરકાર કાર્યરત છે. ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતાં આ વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં ૮૨% નો વધારો સૂચવું છું.
• અંદાજિત ૪૩૨૦ કરોડના ખર્ચે નર્મદાના વધારાના પાણીના કચ્છ વિસ્તારમાં વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનો માટે૧૯૭૦ કરોડની જોગવાઇ.
• સૌરાષ્ટ્રમાં વિવિધ ચેકડેમોને જોડી નર્મદાના પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી સૌની યોજનાની ખૂટતી કડીઓ માટે ૭૨૫ કરોડની જોગવાઈ. • અંદાજિત૧૫૬૬ કરોડની કસરાથી દાંતીવાડા પાઈપલાઈન યોજના માટે ૬૫૦ કરોડની જોગવાઈ. • ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રકચરમાં રૂપાંતર કરી તેની પુન:રચના કરવા માટે૩૦૦ કરોડની જોગવાઈ.
• ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે જળસંચય યોજના અંતર્ગત ૨૭૨ કરોડની જોગવાઇ. • પાનમ જળાશય આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો માટે૧૯૫ કરોડની જોગવાઇ.
• અંદાજિત ૧૦૨૦ કરોડની ઉકાઇ જળાશય આધારિત સોનગઢ–ઉચ્છલ–નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે૧૭૫ કરોડની જોગવાઇ.
• સાબરમતી નદી ઉપર સિરીઝ ઓફ બેરેજ બાંધવા માટે ૧૫૦ કરોડની જોગવાઈ. • ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રીવરફ્રન્ટ માટે૧૫૦ કરોડની જોગવાઈ.
• અંદાજિત ૭૧૧ કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે ૧૩૦ કરોડની જોગવાઇ.
• અંદાજિત ૧૯૨ કરોડની ડીંડરોલથી મુકતેશ્વર પાઇપલાઇન યોજના માટે૧૦૯ કરોડની જોગવાઈ.
• દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં આવેલ નદીઓ ઉપર ચેકડેમો, બેરેજો, વિયર વગેરે બનાવવા માટે ૧૦૩ કરોડની જોગવાઈ. • વાત્રક જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે૧૦૦ કરોડની જોગવાઇ.
• કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો જેવા જળસંગ્રહના કામો માટે ૮૦ કરોડની જોગવાઈ. • અંદાજિત૨૫૦ કરોડની વાઘરેજ રિચાર્જ યોજના માટે ૮૦ કરોડની જોગવાઇ. • અંદાજિત૧૩૨ કરોડની પાનમ જળાશય આધારિત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે ૭૦ કરોડની જોગવાઇ. • મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સિરીઝ ઓફ ચેકડેમ બાંધવા માટે૫૫ કરોડની જોગવાઈ.
• અંદાજિત ૧૧૦ કરોડની પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે૫૦ કરોડની જોગવાઇ.
• કડાણા જળાશય આધારિત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે૪૫ કરોડની જોગવાઇ. • મેશ્વો જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે૪૫ કરોડની જોગવાઇ.
• પ્રગતિ હેઠળની અંદાજિત ૫૫૧ કરોડની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન યોજના માટે૩૦ કરોડની જોગવાઈ.
• વડોદરા જિલ્લામાં મહી નદી પર પોઇચા ગામે વિયર માટે `૧૦ કરોડની જોગવાઇ.
ભાડભૂત યોજના
સમુદ્રી ભરતીથી થતી જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે નર્મદા નદી ઉપર અંદાજે ૫૪૦૦ કરોડની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે. આ યોજનાથી પાણી સંગ્રહની સાથેસાથે પરિવહનમાં નોંધપાત્ર સુધારો થશે. આ યોજના માટે૧૪૧૫ કરોડની જોગવાઇ.
સરદાર સરોવર યોજના
સરદાર સરોવર યોજના દેશની એક અગત્યની આંતરરાજ્ય બહુહેતુક યોજના છે, જે ગુજરાતની જીવાદોરી સમાન છે. આ યોજના પૂર્ણ થતાં હાલમાં અંદાજે ૧૦ હજાર ગામો અને ૧૭૬ શહેરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા યોજના અંતર્ગત રાજ્યમાં કેનાલનું મોટું નેટવર્ક પથરાયેલ છે જેની કુલ લંબાઇ અંદાજે ૭૦ હજાર કિ.મી. છે. નર્મદા યોજનાના કમાન્ડ હેઠળ અંદાજે ૧૮ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે, જેથી આ વિસ્તારની કાયાપલટ થયેલ છે. સરદાર સરોવર ડેમ અને કેનાલ પર ૧૪પ૦ મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા વાળા બે જળવિદ્યુત મથકો કાર્યરત છે. આ જળવિદ્યુત મથકો દ્વારા અત્યાર સુધી અંદાજે ૬ હજાર કરોડ યુનિટ જેટલું વિક્રમી વીજ ઉત્પાદન થયેલ છે. આમ, ગુજરાતની તમામ વસ્તી તેમજ અર્થતંત્ર માટે નર્મદા યોજના મોટા વરદાનસમી સાબિત થયેલ છે. આ યોજના માટે ૫૯૫૦ કરોડની જોગવાઇ. • કચ્છ શાખા નહેરના બાકી કામો માટે૧૦૮૨ કરોડની જોગવાઇ.
• કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પંપિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે ૬૭૫ કરોડની જોગવાઇ. • નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશન તેમજ જાળવણીની કામગીરી માટે૧૭૮ કરોડની જોગવાઇ.
• નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઇના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી મહત્તમ પાક ઉત્પાદન મળે તે હેતુથી તાલીમ, નિદર્શન, ખેડૂત શિબિર, જમીનની ચકાસણી વગેરે કૃષિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ૧૦૦ કરોડની જોગવાઇ. • ગરૂડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પર વીજ મથકોની સ્થાપના, જાળવણી અને મરામત માટે૫૦ કરોડની જોગવાઈ.
સૂક્ષ્મ સિંચાઇ
ઉપલબ્ધ પાણીમાંથી સિંચાઇક્ષેત્રમાં વધારો કરવા માટે આપણું રાજ્ય સૂક્ષ્મ સિંચાઇનો મહત્તમ ઉપયોગ કરી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરે તે આજની જરૂરિયાત છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૧ લાખ હેકટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઇની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ દિશામાં ગુજરાતે દેશને એક નવી રાહ ચીંધેલ છે. ભૂગર્ભ જળ અને ઉદ્વહન સિંચાઇ યોજનાઓ દ્વારા પાઇપલાઇનથી અપાતા પાણીમાં પણ સૂક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફિસિયન્સીમાં વધારો કરી પાણી અને વીજળીની બચત કરી ખેત ઉત્પાદન વધારી શકાય છે. સૂક્ષ્મ સિંચાઇ દ્વારા જળસિંચનના અભિગમને રાજ્યવ્યાપી અભિયાન બનાવવામાં આવશે.
• ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માધ્યમથી ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા માટે ૧૫૦૦ કરોડની જોગવાઇ. • ભારત સરકાર સહાયિત૭૫૦ કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા ૨૦૦ કરોડની જોગવાઇ. • ઉદ્વહન સિંચાઇ યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચથી સૂક્ષ્મ સિંચાઇ સાથે જોડવા માટે ખૂટતી કડીના કામો માટે૪૮૨ કરોડની જોગવાઇ.
પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૦૦૦ કરોડની જોગવાઇ
લોકોના આરોગ્ય અને જીવનધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકારે ભગીરથ પ્રયત્નો કરેલ છે. રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના આ દિશામાં રાજ્ય સરકારની એક મોટી ઉપલબ્ધિ છે. આદિજાતિ વિસ્તારના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ કરવામાં આવેલ છે.
• નલ સે જલ યોજના અંતર્ગત ૨૬૦૨ કરોડની જોગવાઇ. • આદિજાતિ વિસ્તારમાં ૩૦૫૨ ગામોને આવરી લેતી અંદાજિત કિંમત૪૦૦૯ કરોડની ૬૪ યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જયારે ૨૫૯૨ ગામોને આવરી લેતી અંદાજીત રકમ ૨૩૬૨ કરોડની ૬૬ યોજનાના કામો આયોજન હેઠળ છે. આ યોજનાઓ માટે૯૦૯ કરોડની જોગવાઇ.
• સૌરાષ્ટ્રમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ધરાઇ-ભેસાણ અને ઢાંકી-નાવડા બલ્ક પાઇપલાઇનના કામો અમલમાં મૂકેલ છે. જે કામો માટે૮૦૦ કરોડની જોગવાઇ. o બુધેલથી બોરડા સુઘીની ૫૬ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત૩૭૬ કરોડના કામો પુર્ણતાના આરે.
o બોટાદ, રાજકોટ અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડા થી ચાવંડ સુધીની ૮૫ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજે ૬૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ. o અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની ૯૭ કિ.મી. બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.
o જૂનાગઢ જિલ્લા માટેની ઘરાઇથી ભેંસાણ સુધીની પાણી પૂરું પાડવા માટેની ૬૩ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત `૩૯૨ કરોડના કામો પ્રગતિ હેઠળ.
• પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાની સાથે લોકસહકારથી તેના કરકસરભર્યા ઉપયોગ માટે સરકાર પ્રયત્નશીલ છે આ હેતુસર,
o ગુજરાત ઘર વપરાશ પાણી(સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ અંતર્ગત પાણીનું વિતરણ કરતી ૬૫૦૦ ગ્રામ પંચાયતો અને ૩૬૩ જૂથ યોજના હેઠળના ૨૦૦૦ હેડવર્ક્સ, પાણી વિતરણના સ્થળોનું વોટર ઓડિટ પૂર્ણ કરેલ છે.
o પાણીના પરિવહન અને વિતરણમાં જવાબદેહી લાવવા અને પાણીનો બગાડ અટકાવવા ૨૨૦૦ જેટલા અગત્યના સ્થળો ઉપર વોટરફ્લો મીટર લગાડવાની અને અંદાજે ૫૦૦ જેટલા હેડવર્ક્સ ઉપરથી પાણીની ગુણવત્તાની માપણી અને તેના મોનિટરીંગની વ્યવસ્થા પ્રગતિમાં છે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૧૯૩ કરોડની જોગવાઇ
આઇ.ટી., ઇલેકટ્રોનિક, સેમી-કોન જેવી નીતિઓનો અમલ કરી આધુનિક ટેકનોલોજી આધારિત ઉદ્યોગો અને સેવાકીય ક્ષેત્રો દ્વારા આર્થિક વિકાસ માટે રાજ્યમાં સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા સરકાર કાર્યરત છે. ગ્રામ્યસ્તરે ડિમાન્ડ આધારિત ડિજિટલ કનેક્ટિવીટી ઉપલબ્ધ કરાવી વિશ્વકક્ષાની ડિજિટલ સેવાઓ પૂરી પાડવાનું અને ડિજિટલ વ્યવહારોને ઉતેજન આપવાનું સરકારનું લક્ષ્ય છે.
વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની અભિરૂચી કેળવવા વિજ્ઞાન કેન્દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય કરેલ છે. રાજ્ય કક્ષાના સાયન્સ સિટીથી માંડી પ્રાદેશિક અને જિલ્લા કક્ષાના આ કેન્દ્રોનુ નેટવર્ક નોલેજબેઝ્ડ સોસાયટીની દિશામાં સરકારનું એક મહત્વનું પગલું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં હું ૨૨૭% નો વધારો સૂચવું છું.
• સેમી કન્ડકટર પોલિસી હેઠળ સેમી કન્ડકટર અને ડિસ્પ્લે ફેબ તેમજ ઓસેટ ફેસીલીટી માટે ૫૨૪ કરોડની જોગવાઇ. • ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ ઇલેકટ્રોનિકસ ક્ષેત્રના ઉદ્યોગો માટે૧૨૫ કરોડની જોગવાઈ.
• આઇ.ટી. પોલિસી હેઠળ રોકાણોને પ્રોત્સાહન આપી રોજગારીનું સર્જન કરવા ૭૦ કરોડની જોગવાઇ. • સાયન્સ સિટી ખાતે ભારત સરકારની સંસ્થા InSpace સાથે મળીને સ્પેસ મેન્યુફેકચરીંગ ક્લસ્ટરનો વિકાસ કરવા માટે૧૨ કરોડની જોગવાઇ.
• આઇ.ટી. અને સ્ટાર્ટઅપ કલ્ચરના સર્વાંગી વિકાસ હેતુ સાયન્સ સિટી ખાતે આઈ. ટી. અને સાયન્સ પાર્કના વિકાસ માટે ૧૦ કરોડની જોગવાઈ. • સાયન્સ સિટીના વિકાસના માસ્ટર પ્લાનના ભાગરૂપે નવા ક્ષેત્રો ડિફેન્સ અને એવિએશનની ગેલેરી સ્થાપવા૨૫૦ કરોડનું આયોજન છે. જેના માટે૨૨ કરોડની જોગવાઇ. • રાજ્યમાં ૮ સ્થળોએ રિજીયોનલ સાયન્સ સેન્ટર અને બાકીના તમામ જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના અને સંચાલન માટે૨૩૩ કરોડની જોગવાઇ.
• ગ્રામ્ય ક્ષેત્રે ડિજીટલ ડિવાઇડ ઓછું કરવા ડિજિટલ વિલેજ સ્કીમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં FTTH (Fiber To The Home)કનેક્શન આપવાની યોજના માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૧,૬૦૫ કરોડની જોગવાઇ
કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. વાવણી થી વેચાણ સુધી ખેડૂતો સાથે અડીખમ ઊભી રહેલી અમારી સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. કૃષિમાં વૈવિધ્યીકરણ લાવી બાગાયત, પશુપાલન, એગ્રોપ્રોસેસીંગ, એગ્રોમાર્કેટીંગ જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરિત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા iNDEXT-A ની સ્થાપના કરવામાં આવશે.
• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં એકંદરે બાર હપ્તામાં આશરે ૬૧ લાખથી વધુ ખેડૂત કુટુંબોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં અંદાજે ૧૨ હજાર કરોડની સહાય આપવામાં આવેલ છે. • ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે ૮૨૭૮ કરોડની જોગવાઇ.
પાક કૃષિ વ્યવસ્થા
• ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ માટેના અન્ય સાધનો તેમજ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૬૧૫ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ. • વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે૪૦૦ કરોડની જોગવાઈ.
• કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૨૫૦ કરોડની જોગવાઇ. • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા૨૦૩ કરોડની જોગવાઇ.
• એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા ૨૦૦ કરોડની જોગવાઇ. • ખાતેદાર ખેડુતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ૧૨૫ કરોડની જોગવાઇ.
• સ્માર્ટ ફાર્મિંગની યોજના અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે ૫૦ કરોડની જોગવાઇ. • ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા બિયારણ સહાય, પ્રચાર-પ્રસાર વગેરે માટે૩૫ કરોડની જોગવાઈ.
• નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા ૧૦ કરોડની જોગવાઈ. • ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન (TALIM) યોજના માટે૨ કરોડની જોગવાઈ.
• શેરડીના પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવા `૨ કરોડની જોગવાઈ.
બાગાયત
• ફળ પાક ઉત્પાદકતા વધારવા અને બાગાયતી પાકોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરૂ/રોપા/કલમોનો ઉછેર અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નર્સરી વિકાસ માટે સહાય આપવા કુલ ૬૫ કરોડની જોગવાઇ. • બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા માળખાકિય સુવિધા ઊભી કરવા૪૦ કરોડની જોગવાઇ.
• નાળિયેરીની ખેતીને પ્રોત્સાહન હેતુ ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે૬ કરોડની જોગવાઇ. • મસાલા પાકોના સર્ટીફાઇડ બિયારણ ઉપર સહાય યોજના માટે૫ કરોડની જોગવાઇ.
• અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ શહેરમાં માળી કામ અર્થે યુવાનોને કૌશલ્યવર્ધન રોજગારલક્ષી તાલીમ આપવા માટે `૩ કરોડની જોગવાઇ.
કૃષિ-પશુપાલન શિક્ષણ અને સંશોધન
કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત લેબ ટુ લેન્ડના એપ્રોચ સાથે કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી કાર્યરત છે. આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે ૧૧૫૩ કરોડની જોગવાઇ. પશુપાલન • ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત૫૦૦ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે ૧૦૯ કરોડની જોગવાઈ. • ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે૬૨ કરોડની જોગવાઈ.
• દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા ૧૨ કરોડની જોગવાઈ. • કરુણા એનિમલ એમ્બ્યુલન્સ–૧૯૬૨ ની સેવાઓ માટે૧૦ કરોડની જોગવાઈ.
• રાજ્યમાં ૧૫૦ નવા સ્થાયી પશુ દવાખાના શરુ કરવા `૧૦ કરોડની જોગવાઈ.
મત્સ્યોદ્યોગ
• નવા મત્સ્યબંદરોના વિકાસ તેમજ હયાત મત્સ્યકેન્દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે ૬૪૦ કરોડની જોગવાઈ. • સાગરખેડુઓને ડિઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે૪૫૩ કરોડની જોગવાઈ.
• પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે ૧૫૫ કરોડની જોગવાઈ. • દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણી આધારિત મત્સ્યોદ્યોગના વિકાસ માટે૧૧૭ કરોડની જોગવાઈ.
સહકાર
• ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને કિસાન ક્રેડિટ કાર્ડ મારફત અપાતા૩ લાખ સુધીના ટૂંકી મુદતનું પાક ધિરાણ પર વ્યાજ સહાય પેટે૧૨૭૦ કરોડની જોગવાઇ.
• પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન તેમજ સાધન સહાય માટે ૧૨૪ કરોડની જોગવાઇ. • બજાર સમિતિઓમાં વેરહાઉસ બનાવવા સહાય માટે૩૮ કરોડની જોગવાઇ.
• કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ બજાર સમિતિઓમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા ૨૩ કરોડની જોગવાઇ. • તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે કેપિટલ સહાયની યોજના અંતર્ગત૩ કરોડની જોગવાઇ.
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૮૫૮૯ કરોડની જોગવાઇ
ગુજરાતના સકલ ઘરેલું ઉત્પાદન(GDP)માં મેન્યુફેક્ચરીંગ સેકટરનો ફાળો સૌથી વધારે છે. ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઈડ્રોજન અને બીજા નવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણ માટે ગુજરાત પ્રયત્નશીલ છે. થ્રસ્ટ સેકટરમાં ગ્રીન એમોનિયા, ફયુઅલ સેલ, બેટરી સ્ટોરેજ, ઈલેક્ટ્રિક વ્હીકલ, ઇલેકટ્રોનિકસ, અવકાશ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ ઈકો સિસ્ટમ ઊભી કરવામાં આવશે.
છેલ્લાં ૮ વર્ષમાં દેશમાં થયેલ આશરે ૩૨ લાખ કરોડના વિદેશી મૂડી રોકાણ પૈકી ૫૭% એટલે કે૧૮ લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં થયેલ છે. નીતિ આયોગના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમા સમગ્ર દેશમાં ગુજરાત ટોપ એચીવર સ્ટેટમાં સ્થાન પામેલ છે. દેશની કુલ નિકાસમાં ૩૩% હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
• ટેક્સટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે૧૫૮૦ કરોડની જોગવાઇ. • MSME ઉદ્યોગો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેકટરની કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે જુદા જુદા પ્રકારની સહાય માટે૧૫૦૦ કરોડની જોગવાઈ.
• મોટા ઔદ્યોગિક એકમોને રાજ્યમાં મૂડીરોકાણ માટે પ્રોત્સાહિત કરવા૮૮૦ કરોડની જોગવાઈ. • આદિજાતિ વિસ્તારોમાં આઠ, એગ્રો પ્રોસેસીંગ માટે બે અને સી-ફૂડ પ્રોસેસીંગ માટે બે જી.આઇ.ડી.સી. વસાહતો સ્થાપવાનો નિર્ણય લેવાયેલ છે. આ ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે રાજ્ય સરકારની સહાય પેટે૨૩ કરોડની જોગવાઇ.
• ઔદ્યોગિક વસાહતોમાં માળખાકિય સગવડોનો વિકાસ કરવા અને ટ્રિટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા માટે ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે ૪૭૦ કરોડની જોગવાઇ. • ઉદ્યોગોની લોજીસ્ટીક કોસ્ટ ઘટાડવા, લાસ્ટ માઇલ રેલ કનેક્ટિવીટી પૂરી પાડવા તેમજ લોજીસ્ટીક ફેસીલીટી વિકસાવવા રફાળેશ્વર અને બેડી પોર્ટ પાસે ટર્મિનલ બનાવવા૨૩૭ કરોડની જોગવાઇ.
• રાજ્યમાં આવેલ ત્રણ સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR): ધોલેરા, માંડલ-બેચરાજી અને પી.સી.પી.આઇ.આર. દહેજમાં ઉદ્યોગો માટે વૈશ્વિક કક્ષાની આંતરમાળખાકિય સુવિધાઓ ઊભી કરવા ૧૮૮ કરોડની જોગવાઇ. • કેન્દ્ર સરકાર દ્વારા ૧ હજાર કરોડની સહાયથી જંબુસર ખાતે સ્થાપવામાં આવી રહેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે૧૦૦ કરોડની જોગવાઇ.
• માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝના વિલંબિત ચૂકવણાના કેસોના નિર્ણય ઝડપી અને અસરકારક બનાવવા પાંચ વધારાની કાઉન્સિલની રચના કરવા માટે
`૧ કરોડની જોગવાઈ.
કુટીર ઉદ્યોગ
ODOP (One District One Product) યોજના હેઠળ દરેક જિલ્લાની ખાસ ઉત્પાદિત આઇટમની આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા માનનીય વડાપ્રધાનશ્રીએ આહ્વાન કરેલ છે. પાટણના પટોળા, જામનગરની બાંધણી અને કચ્છનું ભરતકામ એ ગુજરાતની આગવી ઓળખ અને ભવ્ય વારસાના પ્રતિક છે, કે જેમને જી.આઇ.ટેગ મળેલ છે. એકતાનગર ખાતે દેશના વિવિધ રાજયોના ઉત્પાદનો અને હસ્તકલા ઉત્પાદનોના પ્રમોશન તથા વેચાણ માટે યુનિટીમોલ સ્થાપવામાં આવેલ છે. આજ પેટર્ન પર ગાંધીનગર ખાતે પણ યુનિટીમોલ સ્થાપવામાં આવશે.
• શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અન્વયે ૩૭ હજાર લાભાર્થીઓ માટે `૨૩૭ કરોડની જોગવાઇ.
• માનવ કલ્યાણ યોજના અન્વયે ૨૭ ટ્રેડ માટે અંદાજે ૩૫ હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન
રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા આ પ્રભાગના બજેટ ૩૪૬% નો વધારો કરવાની હું જાહેરાત કરું છું.
*પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે ૨૦૭૭ કરોડની જોગવાઇ* • આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે૭૦૬ કરોડની જોગવાઇ.
• ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે ૬૪૦ કરોડની જોગવાઇ. • એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે૨૧૫ કરોડની જોગવાઈ.
• અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે ૩૦૦ કરોડની જોગવાઇ. • રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે૯૪ કરોડની જોગવાઇ.
• હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે ૩૩ કરોડની જોગવાઇ. • કર્લી જળાશય વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે૨૫ કરોડની જોગવાઇ.
• ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે ૨૦ કરોડની જોગવાઇ. • સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે૧૨૦ કરોડના આયોજન સામે
`૧૦ કરોડની જોગવાઇ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર
એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે `૫૬૫ કરોડની જોગવાઇ.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `૯૩૭ કરોડની જોગવાઇ
કલાઇમેટ ચેન્જના કારણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલ પડકારોને પહોંચી વળવા સરકાર આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે. તાજેતરમાં ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ ક્લાઇમેટ અને એનર્જી ઇન્ડેક્ષમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપવામાં આવેલ છે. રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે ૧૯ હજાર મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરી દેશના અગ્રગણ્ય રાજયોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે.
• ૪ લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી ૨૩૦૦ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માટે ૮૨૪ કરોડની જોગવાઈ. • ૧૦ હજાર વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે ૧૨ કરોડની જોગવાઇ.
• આગામી પાંચ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સ્મશાનગૃહોને સુધારેલ સ્મશાનભઠ્ઠી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના માટે૭ કરોડની જોગવાઈ. • ગૌશાળાઓ તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ૬ કરોડની જોગવાઈ.
ગૃહ વિભાગ માટે કુલ ₹૮૫૭૪ કરોડની જોગવાઇ
રાજ્યના વિકાસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અગત્યની ભૂમિકા ભજવે છે. સરકાર રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાને જાળવી રાખવા તેમજ તેને વધારે સુદ્રઢ બનાવવા સતત કાર્યરત છે. આ હેતુસર રાજ્ય પોલીસમાં માનવબળ વધારવા, મોર્ડનાઇઝેશન કરવા અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. સુરક્ષા તથા સંકલિત પરિવહન નિયંત્રણ માટે “વિશ્વાસ” પ્રોજેકટ અને દરેક સ્તરે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર “ત્રિનેત્ર” કાર્યરત કરી, રાજ્યની સુરક્ષાને વધારે સુદ્રઢ બનાવાયેલ છે. વાહન અને મોબાઇલ ચોરીના કિસ્સામાં મોબાઇલ મારફત ફરિયાદ થઇ શકે તે માટે e-FIR એપ ચાલુ કરવામાં આવેલ છે. પોલીસ અને રાજ્ય અનામત દળમાં મહિલાઓની ભાગીદારી વધારવા રાજ્ય સરકારે સંખ્યાબધ પગલા લીધેલ છે. રાજ્યમાં SRPની એક મહિલા બટાલિયન ઊભી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
• પોલીસ જવાનો અને અધિકારીઓ માટે યોગ્ય આવાસની સગવડો પૂરી પાડવા સરકારે તબક્કાવાર પોલીસ આવાસોનું નિર્માણ કાર્ય હાથ ધરેલ છે. જેના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૫૭૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આવાસ નિર્માણ માટે ચાલુ વર્ષે ૩૧૫ કરોડની જોગવાઇ. • પોલીસતંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે૨૫૭ કરોડની જોગવાઇ.
• મોડાસા જેલના નિર્માણ માટે ૨૨ કરોડની જોગવાઇ. • ૧૫ જિલ્લાઓમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે૧૪ કરોડની જોગવાઇ.
• બોમ્બ ડીટેકશન એન્ડ ડીસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમોની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે ૯ કરોડની જોગવાઈ. • ઈ-ગુજકોપની કામગીરી અસરકારક અને ઝડપી બનાવવા ટેબ્લેટની ખરીદી કરવા૬ કરોડની જોગવાઇ.
મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૧૪૦ કરોડની જોગવાઇ
જમીન તેમજ મહેસૂલી વ્યવસ્થાપનનું ઉત્તરોત્તર સરળીકરણ અને ડિજિટાઇઝેશન કરી લોકોને ઘરેબેઠા સેવાઓ આપવા અને પારદર્શિતા લાવવા સરકાર કટિબદ્ધ છે. હવે ડિજિટલ સિગ્નેચર સાથેનું ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી રહે તેવી પદ્ધતિ સરકારે અમલમાં મૂકેલ છે. મહેસૂલી દસ્તાવેજોની નોંધણી માટે નાગરિકો પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરીને ઇન્ડેક્ષ-૨ની સર્ટીફાઇડ નકલો પણ ઓનલાઇન મેળવી શકે છે. રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓના કોમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકીકરણ કરવાનું મોટું અભિયાન હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું છે.
• પાટણ ખાતે નવી કલેકટર કચેરી અને ઈડર, બાબરા, ઉપલેટા, માળીયા (હાટીના), ઉંઝા અને ભિલોડા ખાતે મામલતદાર કચેરીઓના બાંઘકામ માટે ૪૬ કરોડની જોગવાઇ. • ૬-સબ રજીસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ભવનના નવીન બાંધકામ માટે૩૫ કરોડની જોગવાઈ.
• નાગરિકોને વધુ સારી સુવિધાઓ માટે રાજ્યની સબ રજીસ્ટ્રાર અને સ્ટેમ્પ કચેરીઓના રિનોવેશન અને અપગ્રેડેશન માટે ૭ કરોડની જોગવાઇ. • મહેસૂલ તંત્રની વિવિધ કચેરીઓના રેકર્ડ અને દસ્તાવેજોના ડિજિટાઇઝેશન માટે ૫ કરોડની જોગવાઇ.
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૮૦ કરોડની જોગવાઇ
રાજ્ય સરકારની દૂરંદેશિતાપૂર્ણ વિકાસલક્ષી દ્રષ્ટિને સુગમ સુશાસનનો આધાર જરૂરી છે. લોકપ્રતિનિધિઓની જરૂરિયાત મુજબ સઘન આયોજન સુનિશ્ચિત કરી તેના અમલીકરણ માટે આંકડાકીય અને આઉટકમ બેઝડ માળખાની જરૂરિયાત રહે છે.
ઇ-ગવર્નન્સના ઉપયોગથી પ્રશાસનમાં ટોચથી લઈને પાયાના સ્તર સુધી પારદર્શિતા લાવવા અને સરળીકરણ કરવા સરકાર કાર્યરત છે. કર્મયોગીઓને તાલીમબદ્ધ કરી લોકાભિમુખ વહીવટ અને પ્રોએક્ટિવ ગવર્નન્સની ભાવનાને સાકાર કરવાના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. રાજ્યની વહીવટી કાર્યપદ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવેલ છે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ(SDG) અને નીતિ આયોગ દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં નક્કી કરેલ લક્ષ્યાંકોને હાંસલ કરી રાજ્યના લોકોની સુખાકારી અને માનવ સૂચકાંકમાં વૃદ્ધિ માટે એકશન પ્લાનનો સમયબદ્ધ રીતે અમલ કરવા રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે. આ હેતુસર નીતિ આયોગની પેટર્ન પર રાજ્યમાં સરકારી યોજનાઓના આયોજન, અમલીકરણ અને આઉટકમના મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવા રાજ્ય આયોગ (નીતિ ગુજરાત)ની સ્થાપના કરવામાં આવશે.
ઇ-ગવર્નન્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ એચ.આર.નું આયોજન કરવામાં આવેલ છે.
• વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ૧૩૧૦ કરોડની જોગવાઇ. • સમતોલ વિકાસ કરવા માટે નીતિ આયોગ દ્વારા નિયત કરેલ એસ્પિરેશનલ તાલુકાઓના વિકાસ માટે૧૩ કરોડનું આયોજન.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૨૫૭ કરોડની જોગવાઇ
રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ, મહત્વના નિર્ણયો તથા ફ્લેગશીપ કાર્યક્રમોની જાણકારી જનતાને ઝડપથી અને વિશ્વસનીય રીતે પ્રાપ્ત થાય તે જરૂરી છે. સરકારી યોજનાઓનો લાભ લોકો મેળવી શકે એ માટે સરકાર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાનો સમુચિત ઉપયોગ કરીને પ્રચાર-પ્રસારનુ કાર્ય
કરે છે.
• ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા અમારી સરકારે વર્ષ ૨૦૧૬થી ગુજરાતી ચલચિત્રો માટે ગુણવતા સમન્વિત પ્રોત્સાહન નીતિ જાહેર કરેલ છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે ૨૦ કરોડની જોગવાઇ. • પ્રચાર અને પ્રસાર માટે બનાવવામાં આવેલ વિવિધ સાહિત્યનું રાજ્યકક્ષાનું આર્કાઇવ ઊભું કરવા માટે૨ કરોડની જોગવાઇ.