હેત અને હુંફથી મેળવેલું ફળ અને મહેનતથી મેળવેલા ફળમાં ખુશીનો કેમ હોય છે ફર્ક..!

શબ્દ સંકલન- કાર્તિક જાની , ગાંધીનગર

પ્રેમ વિના અને મહેનત વિના ફળ ક્યાં મળે…? આ બન્ને સિક્કાની બાજુ છે. એ પછી માતા પિતાનો હોય કે પછી બહેન ભાઈનો કે પછી પતિ પત્નીનો કે પછી ગુરુ શિષ્યનો. પ્રેમ વિના ફળ નથી મળતું જ્યારે માણસ દુનિયા જીતવા નીકળે ત્યારે દુનિયાની દરેક ખુશીનું ફળ મેળવી લે છે પણ જ્યારે એ ખુશીનું ફળ એને હેત આપનાર કે લાગણી આપનાર જોઈના શકે તો એ ફળ એના માટે નિરાશાજનક બની જતું હોય છે. એટલે જ કહેવાય છે કે દુનિયા સામે જીતી શકાય છે પણ પોતાના લોકો સામે નહીં જ્યારે માણસ ઘરના પ્રેમ અને હૂંફ ખોઈ બેસે છે ત્યારે તેને મળેલું અનમોલ ફળ પણ મોલ વિનાનું થઈ જાય છે.
એટલે પ્રેમ વિના અને મહેનત વિના કાંઈ પણ હાંસલ થઈ શકતું નથી. એટલે જ આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા માતા-પિતા આપણને પ્રેમ અને હૂંફ આપી ભણાવતા હતા અને જરૂર પડે પ્રેમથી ઠપકો પણ આપતા હતા એને તે જ પ્રેમ અને હૂંફના કારણે બાળક આજે ભણીને એક સ્થાન હાંસલ કરે છે. એમાં બાળકની મહેનત રંગ લાવી પણ એના મહેનતના રંગ પાછળ એક હૂંફ અને એક હેતની મહત્વની ભૂમિકા રંગ લાવી, અને એ જ બાળકને જો કદાચ પ્રેમ અને હૂંફ ના મળી હોત તો આજે તે એક સ્થાન તો પ્રાપ્ત કરી શક્યો હોત પણ જે સ્થાનની ખુશી તેના ચહેરા ઉપર છલકતી જોવા મળે છે તે કદાચ ફીકી હોત એટલે મહેનતથી મળેલા ફળને અને પ્રેમ અને હૂંફની સાથે મળેલા ફળમાં ઘણું અંતર છે. એટલે જ આપણે જ્યારે સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે શિક્ષક આપણને મહેનત સાથે એક અનેરો હેત પણ આપે છે જેથી ભણવા આવેલ બાળકને ઘરના વાતાવરણ જેવી અનુભૂતિ થાય.
માણસ જ્યારે સર્વ સુખ અને એક સ્થાન પ્રાપ્ત કરી લે છે ત્યારે ઘણી વખત તે એ ભૂલી જાય છે કે મારા આ સ્થાન પાછળ મારી મહેનત નહીં પણ કોઈનો પ્રેમ અને હૂંફ પણ મારી મહેનતથી પણ વધુ જવાબદાર છે. જેને હું આજે ભૂલી ગયો છું અને કદાચ ઘણા એવા વ્યક્તિઓ છે જે સખત મહેનત કર્યા પછી પણ ફળ પ્રાપ્ત કરી શકતા નથી જ્યારે ઘણા એવા વ્યક્તિઓ પણ છે જેમને પ્રેમ અને હૂંફ મળે છે તો તે ઓછી મહેનતે પણ ફળ મેળવી લે છે. મારા આ લખેલા લેખમાં એક વાત દર્શાવા માગું છું કે જ્યારે તમે એક સ્થાન પ્રાપ્ત કરી લો ત્યારે તમે ફક્ત તમારી મહેનતને જવાબદર ન માનતા કેમ કે એ મહેનત એટલે જ શકય બની કે કોઈનો હેત , હુંફ અને નિઃસ્વાર્થ પ્રેમ હતો જેને લીધે તમે આજે એક સ્થાન મેળવ્યું છે. મહેનતના ફળમાં પણ મીઠાસ હોય છે પણ જયારે હેત, હુંફ અને નિસ્વાર્થ પ્રેમની સાથે મેળવેલું ફળ મળે તેમાં એક અલગ મહેક અને મીઠાશ હોય છે..

अपनो के बिना कुछ नही है।और महेनत के बिना भी पर जब दोनों साथ होते है तब मिला हुआ फल और रंगीन हो जाता है।

2 thoughts on “હેત અને હુંફથી મેળવેલું ફળ અને મહેનતથી મેળવેલા ફળમાં ખુશીનો કેમ હોય છે ફર્ક..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *