મુન્દ્રામાં મહંતની હત્યા, આરોપીને પોલીસે ઝડપ્યો

કચ્છના મુન્દ્રા રામેશ્વર મંદિરના મહંતની કરપીણ હત્યા કરનાર અંતે ઝડપાઇ ગયો છે. મુન્દ્રાના જુના બંદર રોડ પર મંદિરના પુજારી હોટલ પર બેઠા હતા અને કેરમ રમવામાં મશગુલ હતા ત્યારેજ એક શખ્સે છરી મારી તેની હત્યા નિપજાવી હતી જો કે ધટનાના ધેરા પ્રત્યાધાતો પડ્યા બાદ મુન્દ્રા પોલીસે હત્યા કરનાર યુવક ઇરફાન ખોખરને ઝડપી પાડ્યો છે.


મુન્દ્રા રામેશ્વર મંદિરના મહંતની કરપીણ હત્યા કરનાર અંતે ઝડપાઇ ગયો છે. મુન્દ્રાના જુના બંદર રોડ પર મંદિરના પુજારી હોટલ પર બેઠા હતા અને કેરમ રમવામાં મશગુલ હતા ત્યારેજ એક શખ્સે છરી મારી તેની હત્યા નિપજાવી હતી જો કે ધટનાના ધેરા પ્રત્યાધાતો પડ્યા બાદ મુન્દ્રા પોલીસે હત્યા કરનાર યુવક ઇરફાન ખોખરને ઝડપી પાડ્યો છે. રામે મંદિરના મહંત ભવાનપુરી ભીમ પુરી ગુંસાઈની ગઇકાલે છરી મારી હત્યા કરાઇ હતી. જે મામલે ઝડપાયેલ આરોપીએ કેફીયત આપી છે કે મૃતક સાથે તેમના પારિવારીક સબંધ હતા.

પરંતુ અવારનવાર તે અપમાનજનક અને તોછડુ વર્તન કરી ધુતકારતા હતા. જેનાથી ઉશ્કેરાઇને તેને હત્યા કરી નાંખી હતી. ઇરફાનના પિતા અને મૃતક આધેડ પણ મિત્રો હતા. જો કે યુવકની કબુલાત મુજબ જ્યારે તે હોટલ પર જતો ત્યારે પુજારી દ્રારા તેની સાથે ખોટો વ્યવહાર કરતો જે મામલે ઉશ્કેરાઇ તેને હત્યા કરી હતી. જો કે પોલીસે ઇરફાન ખોંખરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મુન્દ્રા  પોલીસ  મથકના તપાસનીશ પી.આઇ હાર્દીક ત્રિવેદ્રીએ જણાવ્યુ હતુ કે જેમા હત્યાનું કારણ હજુ સ્પષ્ટ ન લાગતા પોલીસે તેની ઉંડાણ પુર્વકની તપાસ કરશે. મુસ્લિમ યુવક દ્રારા એક મહંતની હત્યાના ધેરા પ્રત્યાધાત ગઇકાલે પડ્યા હતા.

જો કે પોલીસે ચુંસ્ત બંદોબસ્ત સાથે મહત્વની બ્રાન્ચને પણ તપાસમાં કામે લગાડી હતી. જેમાં આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાઇ ગયો હતો. જો કે ઘટનાના ખોટા પડધા ન પડે તે માટે પોલિસે મુન્દ્રા શહેરમાં શિવરાત્રી સુધી એસ.આર.પી સહિતનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો છે.

જો કે વર્ષોથી જેની સાથે સંબધ હતો તેવા જ શખ્સે નજીવી બાબતે મનદુખ રાખી મહંતની હત્યાનો બનાવ હાલ ખુબ ચર્ચાસ્પદ બન્યો છે. જો કે પોલીસે  ગણતરીના  કલાકોમાં ધરપકડ કરી લીધી છે. પરંતુ હત્યા કરવાના કારણ અંગે પોલીસે  હજુ આરોપીની ઉંડાણ પુર્વકની તપાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *