દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજી બેચ 18 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે

દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજી બેચ 18 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આવનારા ચિત્તાઓ માટે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 10 ક્વોરેન્ટાઇન એન્ક્લોઝર તૈયાર કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવે ભારતમાં ચિત્તાઓને પરત લાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે કુનો નેશનલ પાર્કમાં જ આઠ ચિત્તા છોડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *