રાજસ્થાનમાંથી ઝાલાવાડમાં ગાંજા અને અફીણનો જથ્થો ઘૂસાડવાનો પર્દાફાશ કરવામાં આવ્યો

રાજસ્થાનમાંથી ઝાલાવાડમાં ગાંજા અને અફીણનો જથ્થો ઘૂસાડવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના બોરાણા ગામથી એસઓજી પોલીસે 12 કિલોથી વધુ ગાંજા અને અફીણનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ પકડાયેલા શખ્સ પાસેથી રૂ. 6.55 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. લીંબડી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

….સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ, બિયર, ગાંજાના છોડ, અફીણના ડોડા સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ માઝા મૂકી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓને નેસ્તાનાબૂદ કરવા એસઓજી ટીમને સૂચના આપવામાં આવી હતી. જેને અનુસંધાને એસઓજી ટીમ દ્વારા ચુડા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન ચુડા તાલુકાના બોરાણા ગામથી ભરત ઉર્ફે મુન્નો દાદુભાઈ પાલીયાના મકાનમાંથી 7 કિલો 920 ગ્રામ અફીણનો જથ્થો અને 4 કિલો 500 ગ્રામ અફીણનો રસ ઝડપી પાડવામાં આવ્યો હતો. અફીણનો જથ્થા સાથે ઝડપાયેલા ભરત ઉર્ફે મુન્નો પાલીયા પાસેથી 6,55,200 રૂ.નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ભરત પાલીયા અફીણનો જથ્થો રાજસ્થાનના ચિત્તોડથી રામેશ ધાકડ પાસેથી લાવ્યો હોવાનું ખૂલ્યું છે. ત્યારે રાજસ્થાનમાંથી ઝાલાવાડમાં ગાંજા અને અફીણનો જથ્થો ઘૂસાડવાનો પર્દાફાશ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *