
કલોલ ના પલોડિયા ગામ ના આવેલ ઇલેક્ટ્રો થર્મ કંપની માં પડેલ GST ના દરોડા માં પોલીસ ને મળ્યો વિદેધી દારૂ મળ્યો
GST ના અધિકારીઓ સાથે તપાસ માં સહકાર આપવા ગયેલી સાંતેજ પોલીસ ને કંપની ના મલિક ની ઓફીસ માંથી કંપની ના બોક્સ માં દારૂ મળતા વધુ તપાસ કરી
જે બાદ કંપની ના પાર્કિગ માં ઉભેલી આઇસર ની તપાસ કરતા આશરે 50 જેટલા ઇલેક્ટ્રો થર્મલ કંપની ના બોક્સ વિદેશી બ્રાન્ડ ની અલગ અલગ 1000 હજાર બોટલો મળી આવી જેમાં ગાડી માંથી કંપની ના વ્યવહાર ના દસ્તાવેજ પણ મળ્યા
જે બાદ વધુ પૂછપરછ કરતા કંપની ના સિક્યુરિટી ઇન્ચાર્જ ને ત્યાંથી પણ બીજી 60 દારૂ બોટલ પોલોસે જપ્ત કરી સાથે કંપની માલિક શેલેષ કોઠારી ના ઘરે પણ ચેક કરતા બીજી વધુ 40 બોટલ વિદેશી બ્રાન્ડ નો દારૂ મળી આવેલ
આમ સાંતેજ પોલીસે અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધી આશરે 35 લાખ નો વિદેશી દારૂ જપ્ત કર્યો
હાલ સાંતેજ પીઆઇ માજરીયા એ વધુ તપાસ હાથ ધરી છે અને મુખ્ય સૂત્રધાર ઇલેક્ટ્રો થર્મ કંપની ના મલિક સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે