
વિસાવદર તાલુકાના નવાણીયા ગામમાં રહેતા અને શંકર મંદિર પાસે પાન અને ઠંડા પીણાંની દુકાન ધરાવતા પંકજભાઈ વજુભાઈ હિરપરા ઉંમર વર્ષ 35 ગત સાંજે સાડા આઠેક વાગ્યે દુકાને હતા ત્યારે ગામનો ઉમેદ સૂખા લાલુ અને તેનો મિત્ર અનક બંને દુકાને આવ્યા હતા આ બંનેએ વેપારી પંકજભાઈને તારે ગામમાં દુકાન ચલાવી હોય તો હપ્તો આપવો પડશે આથી વેપારીએ મારી પાસે પૈસા નથી હું હપ્તો આપીશ નહીં એમ કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા ગાળો આપવાની ના પાડતા ઉમેદે પંકજભાઈને ડાબા પડખામાં તેમજ અનકે પેટના અને છાતીના ભાગે છરી મારી દીધી હતી આથી બૂમાબૂમ થતા લોકો એકત્ર થઈ ગયા હતા. બાદમાં આ બંનેએ આજે તો તું બચી ગયો છે જો હપ્તો નહીં આપે તો મારી નાખશું એમ કહી ધમકી આપી જતા રહ્યા હતા બાદમાં પંકજભાઈને લોહીલુહાણ હાલતમાં પ્રથમ બિલખા અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પંકજભાઈ હિરપરાએ ઉમેદ સૂખા લાલુ અને તેના મિત્ર અનેક સામે ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવતી ગામમાં ચકચાર વ્યાપી ગઈ હતી અને હુમલો કરનાર સામે કડક પગલાં લેવામાં આવે એવી માંગ ઉઠી છે