KUTCH : શ્રી લુણંગધામ મધ્યે આવેલ શૈક્ષણીક સંકુલને અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડા નામાકરણ કરવામાં આવ્યું

મુંદરા તા.ના લુણી ગામના શ્રી લુણંગધામ મધ્યે આવેલ શૈક્ષણીક સંકુલને અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડા નામાકરણ કરવામાં આવ્યું. શૈક્ષણીક સંકુલના વિકાસ માટે અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડા પરિવાર માતબર રકમનું અનુદાન આપવામાં આવ્યુ,

સમાજનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે આપણા દેશના માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે શરૂ કરેલ સાક્ષરતા અભિયાનની પહેલને અનુસરીને મુંદરા તાલુકાના લુણી ગામના શ્રી લુંણગઘામ મધ્યે શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલીત અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાભવનમાં ધોરણ ૧ થી ૧૨માં વિધાર્થી અને વિદ્યાર્થીનીઓ મળીને હાલમાં ૧૯૩ બાળકો વિના મુલ્યે શિક્ષણ મેળવી રહયા છે. ત્યારે આ શૈક્ષણીક સંકુલમાં નવા વર્ગખંડની જરૂરત જણાતા નવા વર્ગખંડ માટે તેમના પરિવારના શ્રી હંસાબેન તારાચંદ માઈ છેડા, શ્રી જયેશભાઈ છેડા અને શ્રી જીગરભાઈ છેડાના વરદ્ હસ્તે ટ્રસ્ટના પ્રમુખશ્રી કિશોરભાઈ પીગલને રૂ. ૧૫ લાખની રકમનો ચેક અપણ કરવામાં આવ્યો. આ પ્રસંગે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતીના ચેરમેનશ્રી કેશવજીભાઈ રોશીયા ટ્રસ્ટના મહામંત્રી શ્રી ડૉ. એલ.વી. ફફલ,ખજાનચી શ્રી ખેતશીભાઈ નંજાર તથા ટ્રસ્ટના હોદેદારા, કારોબારી સભ્યો અને સામાજિક આગેવાનો હાજર રહયા હતા.

આ પ્રસંગે શ્રી જીગર તારાચંભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે મારા પૂજય પિતાશ્રીએ શરૂ કરેલ સેવાકીય કાર્યો તેમના આર્શીવાદથી અવિરતપણે ચાલુ રહેશે, ટ્રસ્ટ દ્વારા રાક્ષણીક ક્ષેત્રના વિકાસ માટે આમારા પરિવારને વિદ્યાદાનનો આ મહામુલો લાભ આપવા બદલ ટુસ્ટની આભાર માન્યો હતો. આ પ્રસંગે શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ કે અમારા વડીલ મુરબ્બી અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ છેડાએ શરૂ કરેલ અનેકવિધ સેવાકીય કાર્યો તેમના પરિવાર દ્વારા આગળ વધારી અને સામાજિક ક્ષેત્રે આપવામાં આવતા યોગદાન બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી અને વધુમાં જણાવ્યુ હતુ કે આ વિધાભવનમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ અભ્યાસ ક્ષેત્રે ઉચ્ચ સિધ્ધી મેળવી પોતાનુ, પોતાના પરિવારનુ અને સમાજનુ નામ રોશન કરી આપણા દેશના માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નના વિકાસશીલ ભારતના નિર્માણમાં યોગદાન આપવા જણાવ્ય હતું. ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ પિંગલએ અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ છેડાના પરિવારની દિલેરીને બિરદાવી ટ્રસ્ટ વતી તેમનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *