પેટ્રોલના ભાવની વિકાસ કુચ યથાવત

છ મહિનામાં ભાવમાં પ્રતિ લીટર ૧૩.૨૮ રૂપિયાનો વધારો
૨૮ જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૩.૬૮ રૂપિયા
૬ જુલાઈએ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૭૦.૪૦ રૂપિયા હતો

કોરોના કાળમાં પણ મોટા ભાગના ઘંઘા રોજગાર પર મંદીની અસર વર્તાઈ રહી છે પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવની વિકાસ કુચ યથાવત છે. છેલ્લા છ મહિનામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂપિયાની વધુનો વધારો થયો છે જેના લીધે સામાન્ય વાહન ચાલકોનું બજેટ પણ ખોરવાતું જાય છે.

પેટ્રોલીયમ પેદાશોને જીએસટી હેઠળ લાવીને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો પેટ્રોલીયમ પેદાશો પર વસુલવામાં આવતો જંગી ટેક્સ રૂપી આવક જતી કરવા તૈયાર નથી જેના કારણે સામાન્ય જનતાને પીસાવું પડી રહ્યું છે.પેટ્રોલ અને ડીઝલના ભાવ દિન પ્રતિ દિન વધી રહ્યા છે.
અમદાવાદમાં ૬ જુલાઈ ૨૦૨૦ના રોજ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૭૦.૪૦ રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે ૬૯.૮૩ રૂપિયા હતો જેની તુલનાએ ૨૮ જાન્યુઆરી ૨૦૨૧માં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૮૩.૬૮ રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર ૮૨.૪૪ રૂપિયાએ પહોંચી ગયો છે.
છ મહિના પહેલા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૭૦.૪૦ રૂપિયા તેની તુલનાએ ગ્રાહકે અત્યારે ૧૩ રૂપિયાથી વધારે ચુકવણી કરવી પડી રહી છે. આ જ પ્રમાણે ડીઝલ પર પણ ગ્રાહકે પ્રતિ લીટર ૧૨ રૂપિયાથી વધારે ચુકવવા પડી રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યારે રેસ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.બનેના ભાવમાં હવે માંડ એક રૂપિયા જેટલું અંતર રહ્યું છે.છતાં પણ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પેટ્રોલિયમ પેદાશ પરના ટેક્સ રૂપી થતી જંગી કમાણીમાંથી એક પૈસો પણ જતો કરવા તૈયાર નથી .જો પેટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટી હેઠળ સામેલ કરી લેવામાં આવે તો સામાન્ય જનતાને મોટી રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *