માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ રિપોર્ટ જાહેર એક વર્ષમાં 4,12,432 રોડ એક્સીડેન્ટ્સ

દેશમાં 2021માં 4,12,432 રોડ એક્સિડેન્ટ્સ થયાં છે. જેમાં 153972 લાખ લોકોનું મોત જ્યારે 384448 લોકો ઘાયલ થયાં છે.

MoRTHએ રિપોર્ટ જાહેર કર્યો


માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય MoRTHએ ‘રોડ એક્સીડન્ટ્સ ઇન ઇન્ડિયા-2021’ નામની રિપોર્ટ જાહેર કરી છે. જે અનુસાર ભારતમાં 4 વ્હીલર વાહનોમાં સીટ બેલ્ટ ન પહેરતાં જે 16397 લોકોનું મોત થયું છે તેમાં 8438 તો ડ્રાઇવર હતાં જ્યારે 7959 કારમાં બેઠેલા અન્ય યાત્રીઓ હતાં. તો બીજી તરફ ટૂ-વ્હીલરમાં એક્સીડેન્ટનો સામનો કરનારા હેલ્મેટ ન પહેરનારા લોકોમાં 46593 લોકોનું મોત થયું છે જેમાં 32,877 બાઇક ચાલકો અને બાકીનાં 13,716 સાથે બેઠેલા લોકો હતાં.

દેશમાં એક વર્ષમાં 4,12,432 રોડ એકસ્માત


રિપોર્ટ અનુસાર દેશમાં 2021માં 4,12, 432 રોડ અકસ્માત થયાં છે. જેમાં 153972 લાખ લોકોનું મોત થયું છે જ્યારે 384448 લોકો ઘાયલ થયાં છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે 2021માં સીટ બેલ્ટ ન પહેરવાનાં કારણે 39231 લોકો ઘાયલ થયાં છે તો હેલ્મેટ ન પહેરવાને કારણે 93763 લોકો ઘાયલ થયાં છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરવાથી ભલે દુર્ઘટનાઓને નથી રોકી શકાતી પરંતુ એક્સીડેન્ટની સ્થિતિમાં આ ઉપકરણો ઘાતકી અને ગંભીર ઇજાઓને રોકવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.

સાયરસ મિસ્ત્રીનું પણ થયું હતું મોત


ટાટા સન્સનાં પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની 4 સપ્ટેમ્બરનાં મહારાષ્ટ્રનાં પાલઘરમાં રોડ એક્સીડન્ટમાં મોત થઇ ગઇ હતી. તેમની કાર ડિવાઇડરમાં અથડાઇ હતી. કારમાં સાયરસ મિસ્ત્રી
પોતાનાં મિત્રો જહાંગીર પંડોલેની સાથે પાછળની સીટ પર બેઠાં હતાં અને બંનેએ સીટ બેલ્ટ નહોતા પહેર્યાં. બંનેની આ દુર્ઘટનામાં મોત થઇ હતી. જ્યારે ડ્રાઇવર સહિત 2 લોકો ઘાયલ પણ થયાં હતાં. બંને આગળ બેઠાં હતાં અને સીટ બેલ્ટ પણ પહેરેલ હતાં તેથી બંનેનો જીવ બચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *