જુનાગઢ એટલે દેવાધિદેવ ભવનાથદાદાના સાનિધ્યમાં વસેલું નગર આ શહેરની સૌથી પહેલી ઓળખ ભવનાથનો મેળો છે જે જૂનાગઢને વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન અપાવે છે જ્યાં કુદરતે અપાર સૌંદર્ય વેર્યું છે એવી આ પહાડો અને જંગલની સમૃદ્ધિના વિસ્તારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે પરંતુ દેવનગરી એવા આ વિસ્તારોમાં લોકોની આવનજાવન વધતા ગુંડાઓએ પણ માટેલા સાંઢ બનીને પગ પેસારો શરૂ કર્યો અને તંત્રએ ધ્યાન ન આપ્યું એટલે ચિલ્લર દાદાઓ ફૂટી નીકળ્યા છે ત્યારે શાંતિ પ્રિય જનતા મૌન ભલે હોય સમય આવે ત્યારે જવાબ તો આપે જ એવી સ્થિતિ વચ્ચે જૂનાગઢમાં ગુંડાગીરી સામે અવાજ ઉઠ્યો છે.

મહાશિવરાત્રીના મેળામાં અને લીલી પરિક્રમા સમયે હજારો પોલીસ જવાનો ફરજ ઉપર હોય છે પરંતુ એ સિવાયના દિવસોમાં અહીં ગુંડાગીરી અને લુખાગીરી બેફામ બની છે સાંજ પડે એટલે ભવનાથ વિસ્તારના મંદિરોમાં આરતી ઊઠે છે ત્યારે આવારા ગીરી બેફામ બનીને મોટર સાયકલનો દોડાવવા આડેધડ પાર્કિંગ એ બધું એટલું બધું વધી જાય છે કે અહીં આવતા પ્રવાસીઓ શાંતિ પ્રિય જનતાને એ જગ્યા છોડવી પડે છે અહીં સુરક્ષાની કોઈ વ્યવસ્થા હોતી નથી માત્ર રાત્રે 12 વાગ્યે પોલીસ ધંધા રોજગાર બંધ કરાવવા નીકળે છે અને જનતાને ઘરે જવા દબાણ કરે છે આ વિસ્તારમાં વેપારીઓ પણ ગુંડાગીરીનો ભોગ બને છે.
