સીલસીલો જારી – કોંગ્રેસના ભરુચના આ નેતા 300 સમર્થકો સાથે વિધીવત કમલમમાં કેસરીયો ધારણ કરશે

કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો સીલસીલો ચૂંટણી પહેલા જારી જ છે. વધુ એક કોંગ્રેસના નારાજ નેતા મગન પટેલ હવે ભરૂચમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે 300 સમર્થકો સાથે ગાંધીનગર પહોંચી કેસરીયો ધારણ કરશે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ વખતે કોંગ્રેસમાંથી એકથી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વધુ નેતા આજે કમલમમાં કેસરીયો ધારણ કરશે. 

અંકલેશ્વર બેઠક પર ટિકિટ ફાળવણીને લઈને નારાજગી

અંકલેશ્વર બેઠક પર ટિકિટ ફાળવણીને લઈને નારાજગી જોવા મળતા મગન પટેલ ભરૂચમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, મેં ભાજપની વિકાસની વિચારધારાથી પ્રેરિત થઈને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ચૂંટણી સમયે ભાજપમાં જોડાવાની કોઈ લાલચ નથી. પાર્ટી જે જવાબદારી આગામી સમયમાં સોંપશે તેને નિભાવીશું તેમ તેમણે કહ્યું હતું.  

વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ નારાજગી જોવા મળી રહી છે. કેટલાકને પહેલાથી જ ટિકિટ મળશે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ ટિકિટ  ના મળતા ક્યાંક નારાજગી જોવા મળતા હોબાળો પણ થઈ રહ્યો છે. તેવી જ રીતે ભાજપમાં પણ ટિકિટની ફાળવણીને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. આમ બવ્વે પક્ષમાં આ નારાજગી જોવા મળી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *