
પોરબંદર જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમિયાન અલગ- અલગ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલા ખાસ ઓપરેશન દરમિયાન ચાર મહિલા સહિત દેશી દારૂનાં બાર ધંધાર્થીઓ પર પોલીસે દરોડા પાડી દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જયારે ત્રણ મહિલા સહિત ચાર આરોપીઓ પોલીસને જોઇ નાશી છુટયા હતાં. પોલીસે તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરનાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીરડી પ્લોટ વણકરવાસ શેરી નં.૩માં રહેતા રાજા ઉર્ફે રાજુ વાંદરી જેઠાભાઇ પાડાંવદરા નામના શખ્સને પોલીસે બે લિટર દેશી દારૂ સાથે તેમજ હરીજનવાસમાં રહેતા અશ્વીન વાલજીભાઇ વાઘેલાને ૧ લિટર દેશી દારૂ સાથે તથા વીરડી પ્લોટમાં ચુનાના ભઠ્ઠા પાસે રહેતા જયેશ ઉર્ફે ડાન્સર નારણભાઇ વિરાણીને ૧ લિટર દેશી દારૂ સાથે અને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝુંડાળા પોરાઇ માતાજીનાં મંદિર પાસે રહેતા દિપુ મનસુખભાઇ રાઠોડના મકાન પર પોલીસે દરોડો પાડી ૬ લિટર દેશી દારૂ ઝડપી પાડયો હતો.
જયારે ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘાંસ ગોડાઉન પાછળનાં મફતિયાપરામાં રહેતી માલીબેન નથુ પાંડાવદરા નામની મહિલાનાં મકાનમાં પોલીસે દરોડો પાડી ૮ લિટર દેશી દારૂ ઝડપી લીધો હતો. ત્યારે માલીબેન પોલીસને જોઇ નાશી છુટયા હતાં. તેમજ બોખીરાના કે.કે.નગર દ્વારકાપુરી સોસાયટીમાં રહેતા મયુરદાન મુળુભાઇ ગઢવીનાં રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી ૭ લિટર દેશી દારૂ પકડી પાડયો હતો. જયારે આરોપી પોલીસને જોઇ નાશી છુટયો હતો.
આ ઉપરાંત નવીબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેરોદર ગામે રહેતા પુરીબેન દેવાભાઇ ઓડેદરાના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી ર લિટર દેશી દારૂ ઝડપી લીધો હતો. જયારે આરોપી મહિલા પોલીસને જોઇ નાશી છુટી હતી. તેમજ મિયાંણી મરીન પોલીસ સ્ટેશનનાં વિસાવાડા ગામે વણકરવાસમાં રહેતા ભરત ઘેલાભાઇ લીંબોલાના મકાન પર પોલીસે દરોડો પાડી બે લિટર દેશી દારૂ પકડી પાડયો હતો. જયારે આરોપી નાશી છુટયો હતો. તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનનાં ઓડદર ગામે હીમાળા ફળિયામાં રહેતા રાકેશ કરશન ઓડેદરાના મકાન પર પોલીસે દરોડો પાડી ૩ લિટર દેશી દારૂ સાથે આરોપીની ધરપકડ કરી હતી.