કોઈ ખચકાટ કે ચિંતા વગર મેં રસી મુકાવી છે: ડો.મોનાર્ક વ્યાસ

ગોત્રી હોસ્પિટલ ખાતે રસી મુકાવ્યા બાદ મદદનીશ પ્રાધ્યાપક ડો. મોનાર્ક વ્યાસે જણાવ્યું કે કોઈ ખચકાટ કે ચિંતા વગર મેં રસી મુકાવી છે અને સહુને કહું છું કે આ રસી સલામત છે. મેં આજે ભારત સરકારે માન્ય કરેલી કોવિશિલ્ડ રસીનો પહેલો ડોઝ લીધો છે.
વારો આવે ત્યારે સહુએ આ રસી લેવી જ જોઈએ એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે રસી થી કોઈકને સામાન્ય આડ અસર થાય છે.કોઈ ગંભીર મુશ્કેલી પડતી નથી.રસીકરણ કેન્દ્રમાં સામાન્ય આડ અસરની સારવારની સુવિધા રાખવામાં આવે છે.
ભારત સરકારે અમને,આરોગ્ય ક્ષેત્રના લોકોને મોખરાના કોરોના લડવૈયા ગણી રસી લેવામાં અગ્રતા આપી એનો આનંદ છે અને સરકારનો તે માટે આભાર માનું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *