
32 વર્ષ બાદ બ્રિસબેનમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત હાસલ કરી છે
બ્રિસબેનમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને નીર્ણાયક ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી જીત સાથે ચાર ટેસ્ટ મેચની સીરીઝ પોતાના નામે કરી છે. 32 વર્ષ બાદ બ્રિસબેનમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત હાસલ કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત હાસલ કરી છે. ગાબામાં ભારતે ઔતિહાસિક જીત હાસલ કરી છે.
ભારતને જીતવા માટે 328 રનનો લક્ષ્ય આપ્યો હતો
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 328 રનનો લક્ષ્ય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ એડલેંડમાં પહેલી મેચ જીતી હતી અને ભારતે મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જીત મેળવી હતી હતી. તેમજ સીડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. બન્ને ટીમો વચ્ચે સરસાઈ હતી ત્યારે બ્રિસબેનની મેચ ભારતે જીતતા આ સીરીઝમાં કબ્જો જમાવ્યો છે. ઓસ્ટ્રેલિયાનાં સ્ટીવ સ્મીથે સૌથી વધુ 55 રન બનાવ્યા અને ભારત તરફથી મોહમ્મદ સીરાજે પાંચ વિકેટો ઝડપી હતી