
ડેટા ચોરી થવાનો ડર લાગતો હોય તો ડીલીટ કરી દો વ્હોટસએપ
વ્હોટસએપ જ નહિ તમામ એપ યુજર્સના સ્વભાવનું એનાલીસીસ કરે છે : દિલ્હી હાઇકોર્ટ
વ્હોટસએપની નવી પ્રાઈવસી પોલીસી મામલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી
કેન્દ્ર સરકાર સમક્ષ વ્હોટસએપની નવી પોલીસી અંગે કોઈ જવાબ મળ્યો નથી : અરજદાર
વ્હોટસએપે ભલે તેની નવી પોલીસી મેં મહિના સુધી સ્થગિત કરી દીઘી હોય પરંતુ તેની નવી પોલીસીને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.જેના પર દિલ્હી હાઇકોર્ટમાં સોમવારે સુનાવણી પણ યોજાઈ હતી. જેના પર સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે જો ડેટા ચોરી થવાનો ડર લાગતો હોય તો ફોનમાંથી વ્હોટસએપ ડીલીટ કરી દો.

વ્હોટસએપની નવી પ્રાઈવસી પોલીસીને પડકાર આપતી અરજી પર સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી યોજાય હતી.અરજીકર્તા મનોહરલાલે કહ્યું હતું કે આ અંગે કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યું હતું પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.અરજીકર્તાએ કહ્યું હતું કે આ અંગે કોઈ કાયદો હોવો જોઈએ.જયારે કોર્ટે પૂછ્યું કે કયો ડેટા જોખમમાં છે ત્યારે અરજદાર એડવોકેટ મનોહરલાલે કહ્યું હતું કે બધો ડેટા અને તેમણે કહ્યું હતું કે વ્હોટસએપતેમના વ્યવહારનું એનાલીસીસ કરે છે તો જસ્ટીસ સંજીવ સચદેવાની ખંડપીઠે કહ્યું હતું કે આવું તો તમામ પ્લેટફોર્મ કરે છે.કોર્ટે કહ્યું હતું કે અમે તમારી પરેશાની સમજી શકતા નથી.જો તમને લાગતું હોય તો વ્હોટસએપ તમારા ડેટા સલામત નહિ રાખે તો તેણે ડીલીટ કરી દો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વ્હોટસએપ દ્વારા નવી પ્રાઈવસી ;પોલીસીની જાહેરાત કરવામાં આવી હતી.જે અનુસાર તેના યુજર્સના ડેટા તે તેની અન્ય સોશ્યલ મીડિયા એપ ફેસબુક સાથે શેર કરવાની હતી અને નવી પોલીસી એગ્રી ના કરનારનું એકાઉન્ટ ઓટોમેટીક બંધ થઇ જશે. પરંતુ ભારત સહીત અનેક દેશોમાં વિરોધ થતા તેણે નવી પોલીસી મે મહિના સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.