AAP એ વધુ 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું 

AAP એ વધુ 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું 

Aap : ભુજ થી રાજેશ પિંડોરિયા ઉમેદવાર જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલા ઉમેદવારોનુ લિસ્ટ બહાર પાડવાની આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે. મતદારો ચૂંટણી પહેલા જ ઉમેદવારોને જાણે અને તેમને ઓળખ તે માટે આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ વહેલા જાહેર કરે છે. ત્યારે આપ પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વધુ 12 ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યું છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પાર્ટીએ કુલ 53 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

  • ભુજ થી રાજેશ પંડોરિયા
  • ઇડર થી જયંતીભાઈ પ્રણામી
  • નિકોલ  થી અશોક ગજેરા
  • સાબરમતી થી જસવંત ઠાકોર
  • ટંકારા થી સંજય ભટાસના
  • કોડીનાર થી વાલજીભાઈ મકવાણા
  • મહુધા થી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
  • બાલાસિનોર થી ઉદેસિંહ ચૌહાણ
  • મોરવા હડફ થી બનાભાઈ ડામોર
  • ઝાલોદ થી અનિલ ગરાસિયા
  • ડેડીયાપાડા થી ચૈતર વસાવા
  • વ્યારા થી બિપીન ચૌધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *