21 હજાર વાહન ચાલકોને રાહત મળશે, ભીમાસર-ચકાસર ગામ પાસે રેલવે ફાટક પર નિર્માણાધીન ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું.

21 હજાર વાહન ચાલકોને રાહત મળશે, ભીમાસર-ચકાસર ગામ પાસે રેલવે ફાટક પર નિર્માણાધીન ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું.

21 હજાર વાહન ચાલકોને રાહત
21 હજાર વાહન ચાલકોને રાહત

અંજાર તાલુકાના ભીમાસર-ચકાસર ગામ પાસે રેલવે ફાટક પર નિર્માણાધીન ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. આ ઓવરબ્રિજ તૈયાર થવાથી દરરોજ 21 હજારથી વધુ વાહન ચાલકોને રાહત મળશે.

આ રેલવે ફાટક પરથી એક દિવસમાં 170થી વધુ ટ્રેનની અવર-જવર થાય છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વર્ષ 2019માં શરૂ થયેલા આ ઓવરબ્રિજના કામમાં હવે ગર્ડર લાગી જતાં અંદાજિત ત્રણેક માસમાં બ્રિજ તૈયાર થઈ જશે. આ માહિતી ભીમાસરના ભાજપના અગ્રણી મનજીભાઈ આહિરે આપી હતી.

21 હજાર વાહન ચાલકોને રાહત
21 હજાર વાહન ચાલકોને રાહત

ભુજથી અમદાવાદ અને અંજારથી અમદાવાદ જવા માટે કચ્છ બહાર જતાં વાહનો સમય બચાવવા ભીમાસર પાસેથી નીકળવાનું પસંદ કરે છે. ફાટક બંધ થાય ત્યારે 20 મિનિટ સુધી વાહનો ઊભા રહેતા અને ત્યારબાદ લાંબી કતાર થતી. આ પ્રક્રિયામાં ઇંધણ વપરાય છે અને સમય પણ બગડે છે.

આ ઓવરબ્રિજ શરૂ થતાં કચ્છના આ મહત્વના રોડ પરથી પસાર થતા 20,000થી વધુ વાહન ચાલકોનો સમય બચશે અને ઇંધણનો પણ બચાવ થશે. ભીમાસરની આજુબાજુ છથી સાત કંપનીઓ આવેલી છે, જેમને પણ આ બ્રિજ ચાલુ થવાથી ખૂબ ફાયદો થશે.

ગુજરાત સરકારની જાહેરાતો બાદ રાજ્યમાં અનેક રેલવે ફાટકો પર અંડર અને ઓવરબ્રિજના કામો મંજૂર થયા છે. ભુજ સહિત કચ્છ બહાર જતાં અને બહારથી કચ્છ આવતા લોકો માટે દુધઈ રોડ પર અંજાર તાલુકાના ભીમાસર-ચકાસર ગામ પાસે આવેલા રેલવે ફાટક પર અંજાર બાયપાસનું 1100 કરોડના ખર્ચે કામ શરૂ થયું હતું. તેની સાથે ઓવરબ્રિજને પણ મંજૂરી મળી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *