રાજ્યના 18 IASની બદલી, 8 IPSની ટ્રાન્સફર અને નિમણૂંક

રાજ્યના 18 IASની બદલી, 8 IPSની ટ્રાન્સફર અને નિમણૂંક:મનોજ કુમાર દાસને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બનાવ્યા, જયંતી રવિ ગુજરાત પરત ફર્યા, રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા

રાજ્ય સરકારે કૂલ 18 IAS અધિકારીની બદલી કરી છે. જેમાં સુનયના તોમર, પંકજ જોષી, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુશર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા અને ડો.ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે. જેમાં જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવ્યા છે. આમ પુદ્દુચેરીથી તેમને બોલાવી લેવામાં આવ્યા છે અને તાજેતરમાં જ કે. કૈલાસનાથનને પુડુચેરીના LG બનાવાયા હતા. આમ બન્ને અધિકારીની અદલા બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત 8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *