પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત

પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત

પોરબંદર ખાતે રામદેવપીર
પોરબંદર ખાતે રામદેવપીર

પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવમાં મોટી દુર્ઘટના સર્જાય હતી. બુધવારે (11મી જૂન) સવારે મંડપ ઊભો કરતી વખતે અચાનક એક દોરી તૂટી પડતાં મંડપ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક દર્શનાર્થીનું મોત નીપજ્યું છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

પોરબંદર
પોરબંદર

મળતી માહિતી અનુસાર, પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બુધવારે સવારના સમયે મંડપ ઊભો કરતી વખતે એકએક નીચે પટકાયો હતો, જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાના પગલે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તારમાં દોડધામ મચી જતાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *