પાપ ,પુણ્ય અને અપરાધ

~ બીજલ જગડ મુંબઈ ઘાટકોપર

પાપ માનસિક છે અને અપરાધ/ ગુનો- શરીર દ્વારા પ્રતિબદ્ધ છે.

પાપ શું છે?

પાપને ફક્ત એક કૃત્ય અથવા વર્તન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જેને ધર્મ દ્વારા મંજૂરી નથી, જેને ભગવાન ખોટું માને છે, અથવા તે ધાર્મિક કાયદા વિરુદ્ધ ગુનો છે. વિવિધ ધર્મોના ધાર્મિક પુસ્તકોમાં પાપનું વર્ણન કરવામાં આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે.જે વ્યક્તિ પાપ કરે છે તેને ભગવાન દ્વારા સજા કરવામાં આવે છે, જેને આપણે કર્મ તરીકે પણ સમજી શકાય. આમાં નોંધ લેવા જેવું છે કે ફક્ત કોઈનું ખરાબ વિચારો એની સજા પણ તમારે ભોગવવી પડે ભલે તમે એને પછી તમે એ વ્યક્તિ ને કોઈ જાતની ઇજા ના પોહચાડો જેમાં કોઈ સીધું નુકસાન અથવા ઈજા સામેલ નથી.

અપરાધ / ગુનો શું છે?

ગુનો કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો હોય છે.

બીજા કોઈને કોઈ નુકસાન કે ઈજા થાય એવો વિચાર કરી બીજાને ઇજાગ્રસ્ત કરતા હોવાનું થાય છે.ગુનો કાયદાકીય રીતે ખોટો ગણી શકાય. આ એક પ્રકારનું આચરણ છે જેને રાજ્યમાં સામાજિક રીતે હાનિકારક જાહેર કરવામાં આવ્યું છે અને કાયદા દ્વારા પ્રતિબંધિત છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારને સજા કરવામાં આવે 

પુણ્યનો અર્થ માત્ર એટલો જ છે, જે સહજતાથી થાય છે તે પુણ્ય, જે તમારો મૂળ ભૂત સ્વભાવ છે જે સહજ છે, તે પુણ્ય છે જેને સ્વભાવથી બહાર જઈ કશું કરવાની જરૂર નથી.

પાપ અને અપરાધ/ગુનો વચ્ચે શું તફાવત છે?

 આ બંને વચ્ચે બહુ જ મોટો ફરક છે, જો તમને કોઈને મારવાનો ઇજા પોહચડવાનો વિચાર થાય તો એ પાપ છે, કોઈની હત્યા કરો તો એ ગુનો છે. જૂઠું બોલવાનો વિચાર એ પાપ છે અને જૂઠું બોલવું એ ગુનો છે. પાપ માનસિક છે, અને અપરાધ શારીરિક છે.

નિષ્કર્ષ

દરેક ગુનો એ પાપ છે, પરંતુ દરેક પાપ ગુનો નથી.!! ઉદાહરણ તરીકે, વ્યભિચાર એ નૈતિક ખોટું છે અને તેને પાપ ગણવામાં આવે છે. તે જ સમયે, વ્યભિચાર એ ગુનો નથી કારણ કે ભારતમાં કોઈપણ કાયદા હેઠળ તેને સજાપાત્ર બનાવવામાં આવ્યો નથી. પાપ: આમાં ધર્મના નિયમોનું ઉલ્લંઘન સામેલ છે અને ગુનો: આમાં કાયદાના ઉલ્લંઘનનો સમાવેશ થાય છે.

પણ જો સ્વ- ભાવ ,ના ભાવમાં પાપ પનપી રહ્યું હોય તો પુણ્ય ક્યારે મળે નહિ. જે ભાવ માત્રથી લોકો નું કલ્યાણ થાય જ્યારે તમારા બોલેલા બોલ જો લોકોનું કલ્યાણ કરી દે એટલે જ તો ફક્ત એક ગુરુની આપણા પર દૃષ્ટિ આપણા દુઃખ દર્દ બધું ખતમ કરી દે છે. 

જે વ્યક્તિનું મન સારા ભાવ ને સમર્પણ થયું તે પોતાના સ્વભાવ ને કારણે પોતાના આસપાસ ના લોકો નું જીવન તો તારેજ છે પણ દુનિયા બદલી નાખવાની હિંમત ધરાવે છે.કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જ્ઞાની પુરુષનું જ્ઞાન પાપનો ગોટો વાળીને નાશ કરી નાખે છે. એ પાપ નાશ થાય ત્યારે આત્મા પ્રગટ થાય, નહીં તો આત્મા કોઈ કાળે પ્રગટ થાય નહીં. મારે મન તો પ્રભુની ભક્તિથી જ ખાલી પુણ્ય બંધાય, જે સંસાર ફળ આપે ! 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *