
ધરતીકંપના આંચકાથી કચ્છ ની ધરા ધ્રુજી
ભૂકંપના પર્યાય બની ચૂકેલા કચ્છ જિલ્લામાં ધરા ધ્રુજવાની ઘટના સતત યથાવત રહેવા પામી છે. આજે સવારે 12.10 મિનિટે તાલુકા મથક ભચાઉથી 16 કિલોમીટર દૂર ઉત્તર દિશાએ ખારોઇ ગામ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો વધુ એક ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. જોકે 3.1ની તિવ્રતા ધરાવતા આંચકાની સ્થાનિકે ખાસ કોઈ અસર વર્તાઈ ના હતી. પરંતુ આંચકાની ખબરથી લોકોમાં ભયની લાગણી જરૂર ફેલાઈ હતી. વાગડ ફોલ્ટ લાઈન ફરી સક્રિય બની હોય તેમ સપ્તાહ દરમિયાન આ બીજો આંચકો નોંધાવા પામ્યો છે.ગત તા. 3ના રણ કાંધીએ આવેલા નેર બંધડી વચ્ચેના વિસ્તારમાં પણ 3ની તિવ્રતા ધરાવતો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો.