ઓપરેશન મહાદેવ : લોકસભામાં PM મોદીનું તડને ફડ ટ્રમ્પનું નામ લીધાં વિના કૉંગ્રેસની ધોલાઇ

લોકસભામાં મોદીનું તડને ફડ
- લોકસભામાં PM મોદીનું નિવેદન: ઓપરેશન મહાદેવ:
- ‘દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું’,
- ટ્રમ્પનું નામ લીધાં વિના કૉંગ્રેસની ધોલાઇ
- પહેલગામ હુમલા મુદ્દે 5 પક્ષ રાખ્યા
- શ્રાવણનો સોમવાર, લોકસભામાં ચર્ચા અને ત્રણ આતંકીનો ખાત્મો
- ઓપરેશન મહાદેવ: ખતરનાક ક્રોનોલોજી
2 એપ્રિલે પહેલગામમાં આતંકીઓએ હુમલો કર્યો. તેના 97 દિવસ પછી આ હુમલાના માસ્ટર માઈન્ડ સહિત ત્રણ આતંકીઓને માથામાં ગોળી મારીને વીંધી નખાયા છે. સેનાના જવાનોએ એજ રીતે ત્રણેયને માર્યા જે રીતે તેમણે 26 ટુરિસ્ટને માર્યા હતા. આ આખી ઘટનાની ક્રોનોલોજી સમજવા જેવી છે.
લોકસભામાં શ્રાવણના પહેલા સોમવારથી પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. બીજા દિવસે પણ ચર્ચા ચાલી. જે દિવસે લોકસભામાં ચર્ચા થવાની હતી, એ જ દિવસે સેનાએ પહેલગામ હુમલાના માસ્ટર માઈન્ડ સહિતના ત્રણ આતંકીઓનાં ઢીમ ઢાળી દીધા. એ દિવસે શ્રાવણનો સોમવાર હતો અમે જ્યાં ઓપરેશન પાર પડ્યું તે પહાડીની ટોચનું નામ મહાદેવ પિક છે. એટલે સેનાએ આ ઓપરેશનને ઓપરેશન ‘મહાદેવ’ નામ આપ્યું.
છેક 97 દિવસે પહેલગામ હુમલાના આતંકીઓની ભાળ મળી
22 એપ્રિલે પહેલગામ હુમલો થયો પછી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. સેનાએ આતંકીઓના ફોટા અને નામ જાહેર કર્યા. 16મી મેની રાત્રે ભારતે પાકિસ્તાનમાં 9 જગ્યાએ આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કરવા ઓપરેશન સિંદૂર કર્યું. તેમાં 100 જેટલા આતંકીઓનો ખાત્મો બોલી ગયો હોવાનો દાવો સરકારે કર્યો છે. પછી તો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો. યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું. ગુજરાત, પંજાબ, કાશ્મીર, રાજસ્થાન જેવા સરહદી વિસ્તારોમાં રાત પડે ને પાકિસ્તાનના ડ્રોન દેખાવાનું ચાલુ થાય. આ બધું બે દિવસ ચાલ્યું તેમાં ભારતે તાકાત બતાવી દીધી ને પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું.
ઓપરેશન મહાદેવ:
પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું પણ પહેલગામ હુમલાના ચાર આતંકીઓ ક્યાં ગયા તે સવાલ દેશવાસીઓના મનમાં હતો. ગુપ્તચર એજન્સીઓ, સેના તેમની રીતે ચાર આતંકીઓની શોધમાં દિવસ-રાત એક કરી રહ્યા હતા. આ આતંકીઓ પાસે ચાઈનીઝ સેટેલાઈટ ફોન હતા. તે બંધ કરી દીધા હતા અને એક આતંકવાદીએ ફોન ચાલુ કરતાં જ સેનાને મેસેજ મળ્યો. સેના એલર્ટ થઈ ગઈ. લોકેશન ટ્રેસ કર્યું તો ખબર પડી કે પહેલગામથી 40 કિલોમીટર દૂર દાચીગામ જંગલોની વચ્ચે એક પહાડી છે જેનું શિખર મહાદેવ પિકથી ઓળખાય છે તેની નજીક આતંકીઓ છે.

ઓપરેશન મહાદેવ:
આ ઓપરેશનનો પ્લાન મહિનાઓ પહેલાં ઘડાયો હતો , સુરક્ષા એજન્સીઓએ પહેલગામ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા સેટેલાઇટ ફોનને ટ્રેક કર્યો હતો.,આ ફોન એક્ટિવ થયો ને ટેરરિસ્ટોનું લોકેશન મળી ગયું, ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી કે જંગલમાં મહાદેવ શિખર નજીક આતંકવાદીઓ છે. ઓપરેશનની તૈયારીઓ ડ્રોન સર્વેલન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી કરવામાં આવી.

ઓપરેશન મહાદેવ:
28 જુલાઈની સવારે સુરક્ષા દળોએ પહેલગામથી 40 કિલોમીટર દૂર લિડવાસ વિસ્તારને ઘેરી લીધો. પેરા મિલિટરી ફોર્સના 4 જવાનોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા. થોડી મિનિટોના ભીષણ ગોળીબાર વચ્ચે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. 17 હેન્ડ ગ્રેનેડ, AK 47 અને મોટી માત્રામાં આધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. ઓપરેશન મહાદેવમાં આ આતંકવાદીઓ માર્યા ગયા, જે અનુક્રમે સુલેમાન ઉર્ફે આસિફ, જિબ્રાન, હમઝા અફઘાની હતા
આતંકવાદી સુલેમાન ઉર્ફે આસિફ પાકિસ્તાનનો રહેવાસી સુલેમાન આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હતો. તે ઓક્ટોબર 2024માં સોનમર્ગમાં ટનલ પ્રોજેક્ટ પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો. આ હુમલામાં 7 લોકો માર્યા ગયા હતા. 2024માં માર્યા ગયેલા આતંકવાદી જુનૈદના ફોનમાંથી મળેલા ફોટા પરથી તેની ઓળખ થઈ હતી.
આતંકવાદી જિબ્રાન, લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. તેનું કોડ નામ યાસીર અને હરિસ હોવાનું કહેવાય છે. સુલેમાન સાથે સોનમર્ગ ટનલ હુમલામાં પણ જિબ્રાન સામેલ હોવાનું કહેવાય છે.
આતંકવાદી હમઝા અફઘાની ઉર્ફે અબુ હમઝા એક વિદેશી આતંકવાદી હતો. તેના નામમાં અફઘાની શબ્દ હોવાથી, તે અફઘાન મૂળનો હોવાની શંકા છે. તે લશ્કર-એ-તૈયબા મોડ્યુલ સાથે સંકળાયેલો હતો.