ઓડિશાના બાલાસોરમાં આત્મદાહ બાદ 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત, મૃત્યુ ઉપર રાજનીતિ

ઓડિશાના બાલાસોરમાં આત્મદાહ બાદ 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત, મૃત્યુ ઉપર રાજનીતિ

01
01

ઓડિશાના બાલાસોરમાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજમાં સોમવારે મોડી રાત્રે પોતાને જ આગ લગાડનારી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીની 95 ટકા બળી ગઈ હતી અને છેલ્લા 3 દિવસથી ભુવનેશ્વરના એઈમ્સમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી.

વિદ્યાર્થિનીના મોત પછી કોંગ્રેસના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું- મોદીજી, ભલે તે ઓડિશા હોય કે મણિપુર – દેશની દીકરીઓ બળી રહી છે, તૂટી રહી છે, મરી રહી છે. અને તમે? તમે ચૂપચાપ બેઠા છો. દેશને તમારું મૌન નથી જોઈતું, જવાબો જોઈએ છે. ભારતની દીકરીઓને સુરક્ષા અને ન્યાયની જરૂર છે.

02
02

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલના નિવેદનને તુચ્છ રાજકારણ ગણાવ્યું. પ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ઓડિશામાં બનેલી ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે, પરંતુ કોંગ્રેસે તેને પોતાના રાજકીય હિતોને આગળ વધારવાની તક બનાવી છે.

03
03

આ છોકરી ફકીર મોહન કોલેજમાં ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સની બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. 12 જુલાઈના રોજ,વિભાગના વડા (HOD) દ્વારા સેક્સુઅલ હેરેસમેન્ટનો ભોગ બન્યા બાદ તેણે કોલેજ કેમ્પસમાં પોતાના પર કેરોસીન છાંટીને પોતાને આગ લગાડી દીધી હતી.

ઘટના પહેલા તે પ્રિન્સિપાલ પાસે ગઈ હતી, પરંતુ પ્રિન્સિપાલે તેને ફરિયાદ પાછી ખેંચવા કહ્યું. આ પછી તેએ આત્મહત્યા કરી. વિદ્યાર્થીનીને પહેલા બાલાસોર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી, ડોક્ટરોએ તેને ભુવનેશ્વર એઈમ્સ રેફર કરી.

ઓડિશા પોલીસે 12 જુલાઈના રોજ જ આરોપી HOD સમીર કુમાર સાહુની ધરપકડ કરી હતી. રાજ્ય સરકારે કોલેજના પ્રિન્સિપાલ દિલીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે, પોલીસે 14 જુલાઈના રોજ પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી એચઓડી સમીર કુમાર સાહુ અને પ્રિન્સિપાલની ધરપકડ કરી  છે.

ઓડિશા પોલીસે 12 જુલાઈના રોજ જ આરોપી HOD સમીર કુમાર સાહુની ધરપકડ કરી હતી. રાજ્ય સરકારે કોલેજના પ્રિન્સિપાલ દિલીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે, પોલીસે 14 જુલાઈના રોજ પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી.

સરકારે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. જિલ્લા પોલીસ ઉપરાંત, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પણ ઘટનાની તપાસ કરી રહી છે. પૂર્વીય રેન્જ ડીઆઈએફ સત્યજીત નાઈકે જણાવ્યું હતું કે તપાસ ઝડપી બનાવવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 14 જુલાઈના રોજ એઈમ્સના બર્ન યુનિટની મુલાકાત લીધી હતી અને પીડિતાને મળ્યા હતા. રાષ્ટ્રપતિ દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે ભુવનેશ્વર એઈમ્સ પહોંચ્યા હતા. તેમણે પીડિતાના પરિવારને શ્રેષ્ઠ શક્ય સારવારની ખાતરી આપી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *