ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ અમદાવાદના રિક્ષાચાલકોની હડતાળ સમેટાઇ.

ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ અમદાવાદના રિક્ષાચાલકોની હડતાળ સમેટાઇ.

અમદાવાદના રિક્ષાચાલકો
અમદાવાદના રિક્ષાચાલકો

અમદાવાદના રિક્ષાચાલકો : અમદાવાદ જિલ્લામાં ઓટોરિક્ષા ચાલકોએ મંગળવારે (22 જુલાઈ) હડતાળ કરી હતી. પોલીસ દ્વારા પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટોરિક્ષા યુનિયને સોમવારે રાત્રે 12 વાગ્યાથી હડતાળની શરૂ કરી હતી. જોકે, હવે આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે.

મળતી માહિતી મુજબ, 24 કલાકની હડતાળ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિક્ષા ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાફિક રિક્ષા એસોસિએશન દ્વારા પોતાની માંગો મૂકવામાં આવી અને બાદમાં રિક્ષા એસોસિએશન દ્વારા હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદના રિક્ષાચાલકો
અમદાવાદના રિક્ષાચાલકો

રિક્ષાચાલકોનો આક્ષેપ હતો કે, પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરે છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ‘ટાર્ગેટ’ પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે.

રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોટર વ્હીકલ એક્ટની કામગીરી ફક્ત ટ્રાફિક પોલીસ દ્વારા જ થવી જોઈએ, પરંતુ અન્ય પોલીસકર્મીઓ પણ તેમાં દખલગીરી કરી રહ્યા છે.

રિક્ષાચાલકો દાવો કરે છે કે આ પ્રકારની કાર્યવાહી ફક્ત ઓટોરિક્ષા સામે જ કરવામાં આવે છે, જ્યારે બાઈક, ટેક્સી, બસ જેવા અન્ય મુસાફર વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી.

યુનિયન દ્વારા પોલીસ પર ટ્રેક્ટર, ટમ્પર, લક્ઝરી જેવા વાહનો પાસેથી પૈસા લેવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેને તેઓ સખત શબ્દોમાં વખોડે છે.

https://x.com/PoliceAhmedabad/status/1947901520068153849

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *