SOMNATH : સોમનાથના ત્રિવેણી રોડ પર ગેરકાયદે મકાનોનો સફાયો, પાંત્રીસ મકાનો તોડી પડાયા..

SOMNATH : સોમનાથના ત્રિવેણી રોડ પર ગેરકાયદે મકાનોનો સફાયો, પાંત્રીસ મકાનો તોડી પડાયા..

SOMNATH FILE PHOTO
SOMNATH FILE PHOTO

SOMNATH : સોમનાથમાં ત્રિવેણી રોડ પર નવા રામ મંદિર સામે આવેલા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા ૩૫ જેટલા ગેરકાયદે મકાનો આજે તોડી પાડવામાં આવ્યા હતા. આ જમીન અંગે ટ્રસ્ટની તરફેણમાં ચૂકાદો આવ્યો હોવા છતાં દબાણકારોએ દબાણો ન હટાવતા અંતે આજે કોર્ટ કમિશ્નરની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

SOMNATH : સોમનાથના ત્રિવેણી રોડ પર રામ મંદિરની સામે રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ સોમનાથ ટ્રસ્ટની માલિકીની જગ્યામાં દબાણ કરી ગેરકાયદે મકાનો ખડકી દેવાયા હતા.આ ૩૮૦૦ વાર જગ્યા અંગે વિવાદ ચાલતો હોઇ દબાણકારો દ્વારા વેરાવળ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટે વર્ષ ૨૦૧૮માં સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચૂકાદો આપી જગ્યા ખાલી કરવા હુકમ કર્યો હતો. કોર્ટનો હુકમ હોવા છતાં દબાણકારો દ્વારા જગ્યા ખાલી ન કરાઇ હતી. આ અંગે વારંવાર નોટિસો આપવા છતાં જમીન ખાલી ન કરાતા આખરે આજે કોર્ટ કમિશ્નરની હાજરીમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે મકાનો તોડી પડાયા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *