
Somnath Temple સોમનાથના આંગણે ભક્તિ અને શક્તિનો ત્રિવેણી સંગમ
Somnath Temple સોમનાથના આંગણે ભક્તિ અને શક્તિનો ત્રિવેણી સંગમ
પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Templeના પાવન સાનિધ્યમાં આજે ભક્તિ, આધ્યાત્મ અને રાષ્ટ્રગૌરવનો ઐતિહાસિક સમન્વય જોવા મળ્યો હતો. Narendra Modi સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થવા સોમનાથ પધાર્યા હતા. આ પ્રસંગે તેમણે અનેક ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યો સંપન્ન કર્યા હતા.

Somnath Temple 90 મીટર ઊંચા શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક
વડાપ્રધાન મોદીએ મંદિરના 90 મીટર ઊંચા ગગનચુંબી શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કરી એક દુર્લભ ઐતિહાસિક ક્ષણ સર્જી હતી. વિશેષ ક્રેનની મદદથી યોજાયેલી આ ભવ્ય વિધિ દરમિયાન સમગ્ર સોમનાથ ધામ “હર હર મહાદેવ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ તેમણે ગર્ભગૃહમાં જઈ ભગવાન સોમનાથના જ્યોતિર્લિંગ પર જળાભિષેક અને શાસ્ત્રોક્ત પૂજા-અર્ચના કરી હતી.

Somnath Temple આ દિવ્ય પળોને વધુ ભવ્ય બનાવવા ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસર પર સતત પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પોખરણથી ‘શિવ-શક્તિ’ સુધીનો ઉલ્લેખ જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ 11 મેના ઐતિહાસિક મહત્વને યાદ કરાવ્યું હતું. તેમણે 1998ના Pokhran-II પરમાણુ પરીક્ષણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, “આજના જ દિવસે ભારતે ‘ઓપરેશન શક્તિ’ દ્વારા વિશ્વને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો હતો.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “શિવ સાથે શક્તિની ઉપાસના આપણી પરંપરા છે. તેથી જ ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપવામાં આવ્યું છે.” વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આજે આધ્યાત્મિક શક્તિ અને અડગ સંકલ્પના બળે વિશ્વમાં નવી ઓળખ બનાવી રહ્યું છે.
Somnath Temple અમૃતપર્વના મુખ્ય આકર્ષણો
‘સોમનાથ અમૃતપર્વ-2026’ અંતર્ગત અનેક વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત Surya Kiran Aerobatic Team દ્વારા અરબી સમુદ્રના કિનારે આકાશમાં રોમાંચક હવાઈ દાવપેચ રજૂ કરવામાં આવ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
Somnath Temple આ અવસરને યાદગાર બનાવવા વડાપ્રધાન મોદીએ રૂ. 75નો વિશેષ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું પણ વિમોચન કર્યું હતું. હેલિપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધીના લગભગ 2 કિલોમીટર લાંબા માર્ગ પર લાખો શ્રદ્ધાળુઓ અને ભાજપ કાર્યકરોએ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
Somnath Temple : વડોદરામાં ‘બંગાળ થીમ’ પર સ્વાગત
સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી વડોદરા જવા રવાના થશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સારા પ્રદર્શન બાદ તેઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં વિશેષ ‘બંગાળ થીમ’ પર સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. વડોદરામાં તેઓ Sardar Dham 3નું લોકાર્પણ કરશે તેમજ ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ-શો યોજીને જનતાનું અભિવાદન સ્વીકારશે.
વધારે સમાચારો માટે અહીં ક્લિક કરો