ગઈકાલના કડાકા બાદ શેર માર્કેટમાં સકારાત્મક ટ્રેન્ડ, સેન્સેક્સમાં 270 અને નિફ્ટીમાં 160 પોઈન્ટનો વધારો

ગઇકાલના કડાકા બાદ આજે શેરમાર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. અગાઉના 56,463 પોઇન્ટના બંધ થયેલા સેન્સેક્સનું આજે 270 પોઈન્ટના વધારા સાથે પોઝિટીવ ઓપનિંગ થયું હતું.
ગઇકાલના કડાકા બાદ આજે શેરમાર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. અગાઉના 56,463 પોઇન્ટના બંધ થયેલા સેન્સેક્સનું આજે 270 પોઈન્ટના વધારા સાથે પોઝિટીવ ઓપનિંગ થયું હતું. વૈશ્વિક બજારોમાં રોકાણકારોના ઉત્સાહને કારણે નિકળેલી લેવાલીના પગલે સેન્સેક્સમાં ઉછાળો આવ્યો હતો. ગત સત્રમાં તીવ્ર વેચવાલી પછી બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીએ ગુમાવેલું મેદાન થોડું પાછું મેળવ્યું હતું. આ દરમિયાન એચડીએફસી બેન્ક અને ટેક્નોલોજી શેરોએ નફો મેળવ્યો હતો. 
રોકાણકારોની ફુગાવાની ચિંતા વચ્ચે મુખ્ય કોર્પોરેટ કમાણીની રાહ જોઈ રહ્યા હતા. ખાનગી-ક્ષેત્રની ધિરાણકર્તા HDFC બેંકની માર્કેટ વેલ્યૂ સતત નવ સત્રો સુધી ઘટ્યા પછી 1% વધી છે. રિલાયન્સ બ્રાન્ડ્સે ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં   51% હિસ્સો ખરીદવા માટે ના સોદા પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં મોટા ઉછળ્યો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સ પાંચસો કરતાં વધુ પોઇન્ટના વધારા સાથે 57 હજારની સપાટીની નજીક અને નિફટી 160 કરતાં વધુ પોઇન્ટના વધારા સાથે 17,100ની સપાટીની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *