
Selection of Gujarati players for World Athletics Junior Under-20ગુજરાત રાજ્યના 2 પુરુષ ખેલાડી અને 2 મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. રાજ્ય સહિત દેશને ગૌરવ અપાવવા ખેલાડીઓ નિપુણ કોચના માર્ગદર્શન હેઠળ સાપુતારાના રમણીય વાતાવરણમાં તાલીમ મેળવી પ્રતિભા ખીલવી રહ્યા છે.
Selection of Gujarati players for World Athletics Junior Under-20ખેલમહાકુંભ પછી ગુજરાત રાજ્યમાં (Gujarat) ખેલાડીઓની પ્રતિભા બહાર આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડાંગ જિલ્લાના દોડવીર મુરલી ગાંવીત અને સરિતાબેન ગાયકવાડે વિશ્વભરમાં ડંકો વગાડ્યા બાદ હવે વિશ્વ એથલેટિક્સ જુનિયર અંડર 20 માટે 4 ગુજરાતી ખેલાડીઓની પસંદગી થતા રમત ગમત ક્ષેત્રે રાજયનું ગૌરવ વધી રહ્યું છે.
Selection of Gujarati players for World Athletics Junior Under-20એથ્લેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ વિશ્વ એથ્લેટીક્સ અંડર 20 ચેમ્પિયનશીપ ભારતીય ટીમ માટે 45 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના 2 પુરુષ ખેલાડી અને 2 મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
વિશ્વ એથ્લેટીક્સ અંડર 20 ચેમ્પિયનશીપનું આયોજન 1થી 5 ઓગસ્ટ (કૈલી)કોલંબિયા ખાતે યોજાનાર છે. જે માટે રાજ્ય સહિત દેશને ગૌરવ અપાવવા ખેલાડીઓ નિપુણ કોચના માર્ગદર્શન હેઠળ સાપુતારાના રમણીય વાતાવરણમાં તાલીમ મેળવી પ્રતિભા ખીલવી રહ્યા છે.
Selection of Gujarati players for World Athletics Junior Under-20વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પસંદગી પામેલા જુનિયર ખેલાડીઓમાં નડિયાદ ખાતે યોજાયેલી નેશનલ કોમ્પિટિશનમાં 10,000 મીટર રેસ વોકમાં રોહિતકુમાર યાદવને ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો હતો.જ્યારે બાબુભાઇ બારજોડ ને 10000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ મેળવી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.જ્યારે ગર્લ્સમાં દ્રષ્ટિબેન ચૌધરીએ 3000 અને 5000 દોડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું.
આ ઉપરાંત લક્ષીતા સેન્ડલીયા 800 મિટર દોડ સિલ્વર મેડલ મેળવ્યું હતું. આ ચારેય ખેલાડીઓનું નેશનલ કેમ્પ માટે પસંદગી પામેલ છે. ત્યાંથી આ ખેલાડીઓ કૈલી (કોલંબિયા)ખાતે ભારતદેશનું પ્રતિનિધિત્વ કરશે.
Selection of Gujarati players for World Athletics Junior Under-20શ્રદ્ધા કથિરિયાએ હાલમાં જ ચૈનઈ, તમિલનાડુમાં યોજાયેલ નેશનલ સિનિયર ઇન્ટરસ્ટેટ એથ્લેટીક્સ કોમ્પિટિશનમાં 1500 મીટર અને 5000 મીટર ઈવેન્ટ દોડ, બન્નેમાં સિલ્વર મેડલ મેળવી રાજયનું ગૌરવ વધાર્યું છે. આ તમામ ખેલાડીઓ લોન્ગ એન્ડ મિડલ ડિસ્ટન્સ એથ્લેટીક્સ એકેડમી દેવગઢબારીયા ખાતે તાલીમ લઇ વધુ તાલીમ લેવા એક્સપર્ટ કોચ કેપ્ટન રીડમલસિંઘના માર્ગદર્શન હેઠળ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સની તૈયારી કરી રહ્યા છે. કોચ રીડમલ સિંઘ અગાઉ ટિમ ઇન્ડિયા સાથે સતત 12 વર્ષ સુધી કોચિંગ નો બહોળો અનુભવ ધરાવે છે. તેમજ તેઓ એક્સ આર્મી મેન છે.