Science Behind 25-hour Day Theory : હવે એક દિવસ 24 નહીં પરંતુ 25 કલાકનો હશે!

Science Behind 25-hour Day Theory : પૃથ્વી પર એક દિવસ 24 કલાકનો હોય છે, પરંતુ આગામી સમયમાં એક દિવસ 24થી 25 કલાકનો થઈ શકે છે, વૈજ્ઞાનિકોએ જણાવ્યું કારણ
Science Behind 25-hour Day Theory : પૃથ્વી પર એક દિવસ 24 કલાકનો હોય છે, પરંતુ આગામી સમયમાં એક દિવસ 24થી 25 કલાકનો થઈ શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં એક દિવસ પૂર્ણ થવામાં 25 કલાકનો સમય લાગી શકે છે. જાણો આની પાછળનું કારણ શું છે.
નેચર જિયોસાયન્સમાં 12 જુલાઈ, 2023ના રોજ છપાયેલ એક રિપોર્ટ પ્રમાણે, વધતી ગરમીને કારણે ઓગળતા ગ્લેશિયરથી ધરતીની ભૂમધ્ય રેખા પાસે વધુ પાણી જમા થઈ રહ્યું છે. જેના કારણે ધરતી તેની ધરી પર ફરવા સક્ષમ નથી. તેની ગતિ ધીમી પડી રહી છે. પૃથ્વીના બંને મેગ્નેટિક પોલ પણ અસ્થિર થઈ ગયા છે. જેના કારણે છેલ્લા ત્રણ દાયકાથી પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી પડી રહી છે.
Science Behind 25-hour Day Theory : 100 કરોડ વર્ષ પહેલા પૃથ્વીનો એક દિવસ 19 કલાકનો હતો. જે બાદ ધીમે-ધીમે ધરતી ધીમી થતી ગઈ. જેના કારણે તેનો સમય વધીને 24 કલાક થઈ ગયો. આ સમય પણ ખૂબ જ સૂક્ષ્મ સ્તરે બદલાય છે.

1960ની સરખામણીએ વર્ષ 2020માં પૃથ્વી ઝડપથી ફરી રહી હતી.2021માં આ ગતિ ધીમી થવા લાગી. જૂન 2022માં સૌથી નાનો દિવસ પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. પૃથ્વી પર દિવસનો સમય દરેક સદીમાં 2.3 મિલિસેકેન્ડ વધી રહ્યો છે.
આ સિવાય ચીનમાં બની રહેલો ડેમ પણ પૃથ્વીની ગતિને ધીમી પાડી રહ્યો છે. ચીનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ ‘થ્રી ગોર્જેસ ડેમ’ (Three Gorges Dam) છે. જે એક હાઈડ્રોઈલેક્ટ્રિક ગ્રેવિટી ડેમ છે. આ ડેમે પણ પૃથ્વીની ફરવાની ગતિને ધીમી કરી દીધી છે.