RECRUITMENT OF TEACHERS : કચ્છની સરકારી શાળાઓમાં 4100 શિક્ષકોની નિમણૂક થશે, 40 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા

RECRUITMENT OF TEACHERS : કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને કારણે ઉદ્ભવતી સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા કચ્છમાં 4100 શિક્ષકોની વિશિષ્ટ ભરતી કરવામાં આવશે.

કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર, મે મહિનામાં શિક્ષકોની ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 40,000 ઉમેદવારોએ અરજી કરી હતી. હાલમાં વડી કચેરી ખાતે તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કામાં 2800 શિક્ષકોની નિમણૂક કરવાનું આયોજન હતું. તેમાંથી 1000 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. બાકીના 3000 શિક્ષકોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. ધોરણ 1થી 5 માટે 2500 શિક્ષકો અને ધોરણ 6થી 8 માટે 1600 શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. આ વિશિષ્ટ ભરતી અભિયાન થકી કચ્છ જિલ્લામાં વર્ષોથી પ્રવર્તતી શિક્ષકોની ઘટની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.