RAJNATH SINGH IN BHUJ : ભુજ એરબેઝ પર જવાનોનો જુસ્સો વધારતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ, “ભુજની માટીમાં દેશભક્તિની સુગંધ છે”

RAJNATH SINGH IN BHUJ : ભુજ એરબેઝ પર જવાનોનો જુસ્સો વધારતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ, “ભુજની માટીમાં દેશભક્તિની સુગંધ છે”

RAJNATH SINGH IN BHUJ
RAJNATH SINGH IN BHUJ

ભુજ એરબેઝ પર સંબોધન કરતા રાજનાથ સિંહે જણાવ્યુ છે કે, ઓપરેશન સિંદૂરમાં તમે જે કામ કર્યુ છે તે માટે તમને અભિનંદન આપવા માટે આવ્યો છું.

RAJNATH SINGH IN BHUJ : કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂરના સફળ પરિણામ બાદ આજથી બે દિવસ માટે ગુજરાતમાં છે. તેમણે આજે સવારે ભુજ એરબેઝ પર આગમન કરીને તેમણે જવાનો સાથે સંબોધન કર્યુ છે. રાજનાથ સિંહે આ પ્રવાસ દરમિયાન કચ્છની ભારત-પાકિસ્તાન સરહદે જઈને ભારતીય સેનાના જવાનોનું મનોબળ વધારશે અને સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરશે. રાજનાથ સિંહે જવાનોને સંબોધનમાં જણાવ્યુ કે, ભારતની શાંતિને ભંગ કરનારને છોડવામાં નહીં આવે.

RAJNATH SINGH IN BHUJ : ભુજ એરબેઝ પર સંબોધન કરતા રાજનાથ સિંહે જણાવ્યુ છે કે, ઓપરેશન સિંદૂરમાં તમે જે કામ કર્યુ છે તે માટે તમને અભિનંદન આપવા માટે આવ્યો છું. ભારતનું મસ્તક તમે લોકોએ ઊચું કર્યુ છે. તમારી વચ્ચે આવીને મને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે. આ ભુજ 1965માં પાકિસ્તાન સામે આપણી જીતનું પણ સાક્ષી રહ્યું છે. આજે ફરીથી આ ભુજ પાકિસ્તાન સામે આપણી જીતનું સાક્ષી રહ્યું છે. ભુજની માટીમાં દેશભક્તિની સુગંધ છે અને અહીંના જવાનોમાં ભારતની સુરક્ષાનું અડીગ સંકલ્પ પણ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *