રાજકોટમાં જુદા જુદા બે આપઘાતના બનાવ સામે આવ્યા: પોતાના જન્મદિવસે જ સગીરાએ કર્યો આપઘાત

રાજકોટમાં આત્મહત્યાના કિસ્સા દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ પાછા આત્મહત્યાના વધુ બે કેસ નોંધાયા. પહેલા કેસમાં તામસી મગજ ધરાવતી સગીરાએ પોતાના ઘરે જ જન્મદિવસે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જ્યારે બીજા કેસમાં અજાણ્યા યુવાને ટ્રેનને હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. કોઠારીયા સોલન્ટમાં નારાયણનગરની શેરી-૮માં રહેતી દૃષ્ટિ મકવાણા નામની ૧૪ વર્ષની સગીરાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક દૃષ્ટિએ પોતાના જન્મદિન પર જ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. આ અંગે ઘટનાની જન થતા આજીડેમ પોલીસમથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક દૃષ્ટિ તામસી મગજની હોય અને ગઈ કાલે તેં ઘરે કોઈ ના હતું તે સમયે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનુ સામે આવ્યું છે. તો બીજી તરફ ભોમેશ્વાર ફાટક પાસે ભોમેશ્વર રેલવે ફાટક પાસે સાંઢીયા પુલ નીચે એક આશરે ૨૫ વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મૃતક યુવાનના ખીસ્સામાંથી હીસાબ લખેલી ડાયરી મળી આવી હતી, તેમાં આઝાદ નામ લખ્યું હોવાનુ જાણવા મળ્યું છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નંબર 0281-2588085 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *