રાજકોટમાં ત્રણ લોકોએ કર્યો આપઘાત: આર્થિક પરિસ્થિતિથી કાંટાળી યુવકે કર્યો આપઘાત

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવ વધુ બનવા લાગ્યા છે ત્યારે પાછા ત્રણ લોકોએ આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ હતી. રાજકોટમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ત્રણ લોકોએ આપઘાત કર્યો જેમાં પહેલા બનાવમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે બીજા બનાવમાં માનસિક બિમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું જ્યારે ત્રીજા બનાવમાં પરિતાએ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી. રાજકોટના પોપટપરા વિસ્તારમાં વિવેકાનંદ ક્વાટરમાં રહેતા અને ડ્રાઈવિંગનું કામકાજ કરતા મેરુભાઈ સુખાભાઈ સોલંકી નામના ૨૬ વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

. આ અંગે ઘટનાની જાણ થતા હેડ કોન્સ્ટેબલ વિમ્લેશ રાજપૂત સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મેરુભાઇ સોલંકી ડ્રાઈવિંગનું કામકાજ કરતા હોય અને છેલ્લા ઘણા સમયથી ધંધો સરખો ચાલતો ન હોવાથી આર્થિક કંટાળી આપઘાત કરી લીધો હતો. યુવાનના આપઘાતના પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ધોની બનાવમાં ગાય કાઢી વિસ્તારમાં રહેતી આશિકાબેન મુકેશભાઈ ભાગતાણી નામની ૨૪ વર્ષીય નવોઢાએ માનસિક બિમારીથી કંટાળી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.

નવોઢાએ પિયરથી આવી પોતાના ઘરે ઉપરના રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આશિકાબેન છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારીથી કંટાળી આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તો ત્રીજા બનાવમાં માયાણી ચોક પાસે ખીજડીયાવાળા રોડ પર વિશ્વનગરમાં રહેતી રીનાબેન જયસુખ માલવી નામની ૩૮ વર્ષની પરણીતા પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા એએસઆઈ ગીતાબેન પંડ્યા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યાહી હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *