RAJKOT CIVIL HOSPITAL DOCTORS : રાજકોટ સિવિલ હોસ્પિટલના 19 જેટલા ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો નામ સાથેનો લેટર વાઇરલ

RAJKOT CIVIL HOSPITAL DOCTORS : રાજકોટ મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટરો સરકારી પગાર લઈ ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ડૉ. દોશીના નામથી લેટર વાઇરલ થયો છે. જેમાં 19 જેટલા તબીબ લાખો રૂપિયાનો સરકારી પગાર લઈ ખાનગી હોસ્પિટલમાં ફૂલ ટાઇમ પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આ સાથે ડીન સહિતનાને મોટા હપ્તા મળતાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ આ પત્રથી સિવિલ હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
આ મામલે રાજકોટ મેડિકલ કોલેજના ડીને જણાવ્યું કે, આ મામલે તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે. આ તબીબોને વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથેના ઓર્ડર અપાયા છે. સરકારી સેવાનો સવારે 9થી 5 વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે. બાદમાં ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, CM સેતુમાં જે તબીબો હોઈ છે તેને સરકારી સમયમાં હાજર રહેવાનું હોય છે, જેથી નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગીમાં પ્રેક્ટિસ કરી શકે નહીં.
RAJKOT CIVIL HOSPITAL DOCTORS : ડૉ. દોશીના નામથી વાઇરલ થયેલા લેટરમાં લખવામાં આવ્યું છે કે રાજકોટ મેડીકલ કોલેજ મા ફરજ બજાવતા કાયમી કલાસ 1-2 કર્મચારી નોકરી સાથે પોતાનું પ્રાઇવેટ પ્રેક્ટિસ અને બિજો બીઝનેસ કરે છે. ડીન ડો. ભારતી પટેલ, તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા તેમજ નીચે રહેલ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની મીઠી નજર નીચે થાય છે.
એ લોકોને બધી ખબર છે, પણ આ બધા અધિકારી એમને સમયાંતરે હપ્તામાં બહું મોટી રકમ આપે છે, એટલે એ લોકોને નોકરીમાંથી બરખાસ્ત કરતા નથી અને તેમની જગ્યાએ બીજા કોઈની નિયુક્તિ પણ કરવા દેતા નથી, જેનાથી હેલ્થ સર્વિસ ખોખલી રહે છે. નામ માટે જ તબીબોને નોકરીમાં રાખવામાં આવે છે અને મફતનો પગાર તેવો મેળવે છે. મોટો હપ્તો ઉપરના અધિકારીને આપી દેવામાં આવે છે, જેથી તેમનું કોઈ કંઈ કરી શકતું નથી.

RAJKOT CIVIL HOSPITAL DOCTORS : ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ રીતે ખાનગી હોસ્પિટલ સાથે જોડાણ ધરાવતા 19 જેટલા ડોક્ટરોની યાદી પણ વાઇરલ લેટરમાં લખવામાં આવી છે. અંતમાં લખવામાં આવ્યું છે કે, આ બધા સામે કમિટી બનશે અને પછી સેટિંગ થઈ જશે. તટસ્થ રીતે તપાસ થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઇએ. સરકારી હોસ્પિટલના તબીબો બેવડો લાભ લે છે. પગાર પણ મેળવે છે અને ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરે છે, જેનાથી સંસ્થા અને દર્દીનું કોઇ દિવસ સારૂ ન થાય.
RAJKOT CIVIL HOSPITAL DOCTORS : આ બાબતે રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ભારતી પટેલે જણાવ્યું હતું કે, ડૉ. દોશીના નામનો લેટર વાઇરલ થતા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે. બાયોમેટ્રિકથી સરકારી તબીબોને હાજરી પૂરવાની રહેતી હોય છે. સરકારી સેવાનો સવારે 9થી 5 વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે. CM સેતુમાં જે તબીબો હોઈ છે તેને સરકારી સમયમાં હાજર રહેવાનું હોય છે. નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગીમાં પ્રેક્ટિસ કરી શકે નહીં.

RAJKOT CIVIL HOSPITAL DOCTORS : વધુમાં ઉમેર્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ 200 જેટલા તબીબો ફરજ બજાવી રહ્યા છે, તેમાંથી 60 જેટલા ડોક્ટર એવા છે કે તેઓ વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ અપોઈન્ટ થયા છે. હાલ રાજ્ય સરકાર દ્વારા તબીબોની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવે છે.
જેમાં હવે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથેના પણ ઓર્ડર આપવામાં આવે છે, જેમાં તેઓ સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ કરી શકે છે.

RAJKOT CIVIL HOSPITAL DOCTORS : રાજકોટ કોંગ્રેસના આગેવાન અને તબિબ ડૉ. હેમાંગ વસાવડાએ સિવિલ હોસ્પિટલના તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવા મામલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં શિક્ષણ હોય કે આરોગ્ય તમામ તંત્ર ખાડે ગયું છે. આ મુદ્દો માત્ર રાજકોટ પૂરતો નથી, આખા ગુજરાતનો છે. આરોગ્યની બાબતમાં ખૂબ જ ગંભીર કહી શકાય તેવો છે. સીએમ સેવાસેતુના નામે ભાજપનાં મળતિયા તબીબોને ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ સાથે અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે.
જોકે આ એક મોટો ભ્રષ્ટાચાર છે. સરકારી હોસ્પિટલના તબીબો ખાનગી પ્રેક્ટિસ કરી જ ન શકે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મામલામાં સરકારી હોસ્પિટલના તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ તો ઠીક પોતાની ખાનગી હોસ્પિટલ પણ ધરાવે છે.
RAJKOT CIVIL HOSPITAL DOCTORS : માત્ર અંગૂઠો મારી હાજરી પુરીને ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. આવા તબીબો દર્દીઓના ઈલાજને બદલે પોતાના સ્વહિત માટે કામ કરે છે. જે ડોક્ટર રહે છે બહાર અને નોકરી અહીંયા બોલે છે. મોટાભાગની સરકારી હોસ્પિટલ્સ મેડિકલ ઓફિસર અને રેસિડેન્ટ તબીબો ઉપર આધારિત છે. સરકારી આરોગ્ય તંત્રનું આ પોલંપોલ તંત્ર છે, જે આ લેટર દ્વારા ખુલાસો થયો છે. જે ગુજરાતનું આરોગ્ય મોડેલ કેવું છે એ સાબિત કરે છે. અહીં દર્દીઓને ભગાડી જવા માટે આ રસ્તો સુદ્ધાં આપવામાં આવેલો છે. આ લોક આરોગ્યને જોખમમાં મૂકતો નિર્ણય છે.