PM MODI IN BHUJ : ભુજમાં PM મોદીએ કહ્યું ‘પાકિસ્તાન ટેરરિઝમને જ ટૂરિઝમ માને છે, આ દુનિયા માટે ખતરો છે’

PM MODI IN BHUJ : ભુજમાં પીએમ મોદીએ કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરી હતી. ”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ”કચ્છની પાવન ધરતી પર બિરાજમાન માતાના આશીર્વાદ આપણી બધી મનોકામનાઓ પૂરી કરે છે. માતાએ હંમેશા આ ધરતી પર કૃપા વરસાવી છે. સાથીઓ, મારો અને કચ્છનો નાતો જૂનો છે, તમારો પ્રેમ એટલો છે કે હું કચ્છ આવવાથી મારી જાતને રોકી શકતો નથી. જ્યારે હું રાજકારણમાં નહોતો, સત્તા સાથે કોઈ લેવાદેવા ન હતું ત્યારે પણ હું સતત કચ્છ આવતો હતો. મને ખૂણેખૂણે જવાનો મોકો મળ્યો.”
PM MODI IN BHUJ : અભાવો વચ્ચે પણ આત્મવિશ્વાસથી ભરપૂર કચ્છ લોકો હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યા છે. જે જૂની પેઢીના લોકો છે તે જાણે છે, વર્તમાન પેઢીને કદાચ ખબર નથી, આજે તો અહીંનું જીવન ખૂબ જ સરળ બની ગયું છે, પરંતુ ત્યારે સ્થિતિ કંઈક જુદી હતી. પાણી માટે સદીઓથી તરસતા કચ્છ પર મા નર્મદાએ કૃપા કરી. મારું સૌભાગ્ય છે કે સૂકી ભૂમિ પર પાણી પહોંચાડવાના કાર્યમાં નિમિત્ત બનવાનો તમે સૌએ મને અવસર આપ્યો. કચ્છમાં પાણી ન હતું, પરંતુ કચ્છના ખેડૂતો પાણીદાર હતા.
PM MODI IN BHUJ : કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને વારસાનું પ્રતિક રણ ઉત્સવ દરેકનું મન મોહી લે છે. અદભૂત ક્રાફ્ટ બજાર હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પછી ખાણી-પીણીની પરંપરા, અહીંનો તમારો દરેક અનુભવ અવિસ્મરણીય બની જશે. તમે બધાને મારો આગ્રહ છે ક એકવાર પોતાના પરિવાર સાથે આ રણ ઉત્સવમાં જરૂર આવો.
એક જ જિલ્લામાં 50,000 કરોડના કામ
PM MODI IN BHUJ : ”આજે કચ્છ વેપારનું કેન્દ્ર છે, હું જ્યારે કચ્છમાં વિકાસની ગતિ આપવા માટે આવું છું ત્યારે મને લાગે છે કે હું કંઇક વધુ કરીશ. મન અટકવાનું નામ લેતું નથી. એક સમય હતો ગુજરાતમાં 50,000 કરોડના કામ સંભળાતા ન હતા, પરંતુ એક જિલ્લામાં 50 હજાર કરોડનું કામ થવા જઇ રહ્યું છે.”
પીએમ મોદીએ કહ્યું કે ટૂરિઝમ લોકોને જોડે છે. ભારત ટૂરિઝમમાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ પાકિસ્તાન ટેરરિઝમને ટૂરિઝમ માને છે, અને આ દુનિયા માટે ખતરો છે.
PM MODI IN BHUJ : PM મોદીએ ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધી દોઢ કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. જ્યાં રસ્તામાં પીએમ મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ભુજમાં વડાપ્રધાનના હસ્તે 53,414 કરોડના 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. PM મોદી સભા સ્થળે પહોંચી ગયા છે, જ્યાં હવે તે સભાને સંબોધશે. ત્યારબાદ અમદાવાદ માટે રવાના થશે, અમદાવાદમાં રોડ શોનું આયોજન કરાયું છે.
ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માાણ, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.