
PM મોદી આજે(20 સપ્ટેમ્બર) ગુજરાતની મુલાકાતે
PM મોદી આજે(20 સપ્ટેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરમાં રોડ શો બાદ જવાહર મેદાન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ધારાસભ્યો અને મંત્રીઓએ માતાજીની ચૂંદડી અને ચાંદીના ગરબાથી સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ભાવનગર સહિત રાજ્યના 27000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડનાં વિકાસકામોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. સભા સંબોધતાં તેમણે કહ્યું હતું કે આપણો સૌથી મોટો દુશ્મન બીજા પર નિર્ભરતા, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવાં પડશે.
જવાહર મેદાનમાં સભાને સંબોધન કર્યા બાદ તેઓ અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યારસુધી તૈયાર થયેલાં કામનું નિરીક્ષણ કરશે.